સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅત્યાર સુધીના મુખ્ય સમાચાર

અત્યાર સુધીના મુખ્ય સમાચાર

હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર બનશે – ઓમ પ્રકાશ ધનખડ આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી પર ભાજપના નેતા ઓમ પ્રકાશ ધનખરે કહ્યું કે હું પાર્ટી નેતૃત્વનો આભારી છું કે મને ફરીથી બદલી વિધાનસભાથી ચૂંટણી લડવાની તક મળી છે. ત્રીજી વખત ભાજપની સરકાર બનશે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા
સત્તાવાર રીતે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ગ્રહણ કર્યું છે. જેની માહિતી ખુદ તેમના પત્ની રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારે હવે અનેકવિધ અટકળો પણ ઉઠી રહી છે. કે શું રવિન્દ્ર જાડેજા હવે ક્રિકેટ બાદ રાજકારણમાં પણ એન્ટ્રી કરશે કે કેમ ?

સુપ્રીમ કોર્ટ આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ આજે શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે. CBI કેસમાં કેજરીવાલના જામીન પર સુનાવણી થશે. કેજરીવાલે સીબીઆઈએ કરેલી તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.

પેરિસ પેરાલિમ્પિક્સમાં ધરમવીરે ક્લબ થ્રોમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, પ્રણવ સુરમાએ જીત્યો સિલ્વર મેડલ
ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ક્લબ થ્રોમાં ડબલ પોડિયમ ફિનિશ હાંસલ કરી છે. ધરમવીરે 34.92 મીટરના થ્રો સાથે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રણવ સુરમાએ પણ 34.59ના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે. ભારતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર