ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટજામકંડોરણાથી મેટોડા પેટીયું રળવા આવેલ યુવાનનું અટલ સરોવર પાસે હીટ એન્ડ રનમાં...

જામકંડોરણાથી મેટોડા પેટીયું રળવા આવેલ યુવાનનું અટલ સરોવર પાસે હીટ એન્ડ રનમાં મોત નીપજ્યુ

નયન વીરડીયા (ઉ.22) બાઇક પર જતો હોય ત્યારે આઇસરે અડફેટે લેતા ઘટના સ્થળે દમ તોડી દીધો’તો

(આઝાદ સંદેશ),રાજકોટ: તાજેતરમાં માાપરથી બેડી ચોકડી પાસે હીટ એન્ડ રનમાં ટ્રકની ઠોકરે આધેડનું મોત નીપજ્યાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. અટલ સરોવર પાસે આઇસર ટ્રકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા ઘટના સ્થળે જ યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે યુનિ.પોલીસ મથકનો સ્ટાફ દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાંખસેડી નાસી છુટેલા આઇસર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મુળ જામકંડોરણાના ભાદરા ગામનો વતની અને 10 દિવસ પુર્વે મેટોડા નોકરી માટે આવેલ નયન મુકેશભાઇ વીરડીયા (ઉ.22) પોતાનું બાઇક લઇ અટલ સરોવર પાસે હતો ત્યારે જીજે-03-બીસી-7030 નંબરના આઇસર ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા ઉમટ્યા હતા અને બનાવ અંગેની જાણ યુનિ.પોલીસને કરતા એએસઆઇ વાય.ટી.ભગત સહીતનો સ્ટાફ દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી નાસી છુટેલ આઇસર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર