ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસતરંગી રે…અદભુત ગુજરાતી ફિલ્મ 20મીથી સિનેમા ઘરોમાં રિલીઝ થશે

સતરંગી રે…અદભુત ગુજરાતી ફિલ્મ 20મીથી સિનેમા ઘરોમાં રિલીઝ થશે

આ ફિલ્મનું શુટીંગ રાજકોટ, અમદાવાદ સહીત અન્ય સ્થળોએ કરાયું છે : પારિવારીક ફિલ્મ લોકોને અચુક પસંદ પડશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલી સતરંગી રે…ગુજરાતી ફિલ્મની ટીમ

(આઝાદ સંદેશ),રાજકોટ : એક અદભુત ગુજરાતી ફિલ્મ સતરંગી રે..થોડા દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પારિવારીક ફિલ્મની કથા એક સરસ સંદેશો આપે છે. આ ફિલ્મ અંગેની માહિતી આપવા સતરંગી રે…ની ટીમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવી હતી. આ ફિલ્મમાં કલાકારો રાજ બસીરા, કથા પટેલ, જીજ્ઞેશ મોદી, ધર્મેશ જોષી છે અને ડાયરેક્ટર ઇર્શાદ દલાલ તથા પ્રોડયુસર વિપુલ ગાંગાણી છે. આ ફિલ્મ અંગેની માહિતી આપતા સતરંગી રે..ની ટીમે જણાવ્યું હતું કે, આ ફિલ્મની શરૂઆત રાજકોટના કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસેથી થાય છે. અન્ય ઘણા સ્થળો તથા અમદાવાદમાં ફિલ્મનું શુટીંગ થયું છે. આ ફિલ્મ 20મીથી સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સાથે ભાવીની જાની, રાગી જાની, પ્રશાંત બારોટ, મેહુલ બુચ, પુજા સોની, જીજ્ઞેશ મોદી જોડાયા છે. ફિલ્મમાં પાંચ ગીતો છે. જેમાં જીગરદાન ગઢવી, પાર્થીવ ગોહીલ, ઐશ્ર્વર્યા મજમુદાર ચેતન ફેફરે પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મની કથા અનોખી છે અને લોકોને જરૂર પસંદ પડશે તેવો આશાવાદ સતરંગી રે…ની ટીમે વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર