ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટત્રંબા પાસે ગણેશ વિસર્જન વખતે 4 મિત્રો ડૂબ્યા : એક સગીરનું મોત

ત્રંબા પાસે ગણેશ વિસર્જન વખતે 4 મિત્રો ડૂબ્યા : એક સગીરનું મોત

ત્રિવેણી સંગમ નદીમાં મંજૂરી ન હોવા છતાં પણ ત્યાં વિસર્જન માટે જતા અકસ્માત નડ્યો

(આઝાદ સંદેશ), રાજકોટ: ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના ન સર્જાઇ અને લોકોની જિંદગીનો અંત ન આવે તે માટે તંત્ર દ્વારા પુરતી તૈયારી કરવામાં આવે છે પરંતુ ક્યારેક લોકો પણ નિયમોનું પાલન નહીં કરી આફત નોતરે છે. આવું જ કંઇક રૂખડીયાપરા વિસ્તારના લોકો સાથે થયું હતું. ત્રંબા નદીમાં વિસર્જનની મંજુરી નહીં હોવા છતાં ત્યાં ગણેશ વિસર્જન કરવા ગયેલા 20 જેટલા લોકોમાંથી ચાર તરૂણોના અચાનક ડુબ્યા હતા. ત્રણને બચાવવામાં સફળતા મળી હતી પરંતુ ધો.9માં અભ્યાસ કરતા તરૂણનું ડુબી જવાથી મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રૂખડીયાપરામાંથી મંગળવારે બપોરે 2 વાગ્યે વાહનમાં ગણપતિજીની પ્રતિમા મુકી વિસર્જન માટે ધામેધુમે વીસ જેટલા લોકો નીકળ્યા હતા અને ત્રંબા નદી કાંઠે પહોંચ્યા હતા અને નદીમાં ઉંડા પાણીમાં ઉતર્યા હતા અને તે સાથે જ લક્કી અશોકભાઇ મકવાણા (ઉ.15), રાહુલ પ્રવીણભાઇ રાઠોડ (ઉ.15), રોનક (ઉ.15) અને પ્રીન્સ (ઉ.16) ડુબવા લાગ્યા હતા. એક સાથે ચાર તરૂણ નદીમાં ડુબવા લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સ્થાનિક તરવૈયઓએ નદીમાં ઝંપલાવી રોનક અને પ્રિન્સને તુર્ત જ હાર કાઢી લીધા હતા. જો કે, લક્કી અને રાહુલ લાંબી જહેમત બાદ બેભાન હાલતમાં હોવાથી બંન્નેને સિવિલમાં ખસેડાયા હતા. રાહુલની તબીબોએ સારવાર શરૂ કરી હતી. જ્યારે લક્કી મકવાણાને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્રંબા નદીમાં ડુબનાર લક્કી મકવાણા અને રાહુલ રાઠોડને રૂખડીયાપરામાં રહેતો સુરજ મીતલસીંગ નામનો 30 વર્ષનો યુવક પોતાના વાહનમાં લઇને સિવિલ હોસ્પિટલે લાવ્યો હતો. બંન્ને તરૂણને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ સુરજ પોતાના ઘરે ગયો હતો અને ત્યાં ગભરામણ થયા બાદ બેભાન થઇ જતા તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સુરજ અન્ય લોકો સાથે ત્રંબા નદીએ ગયો હતો. તેના વિસ્તારના બાળકો ડુબ્યાની જાણ થતા તે સ્થળે પહોંચ્યો હતો અને બે બાળકો લઇને હોસ્પિટલ લઇ આવ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર