ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ શહેર ડીસીબી અને પીસીબીએ પાડેલા અંગ્રેજી તથા દેશી દારૂનાં 3 દરોડા...

રાજકોટ શહેર ડીસીબી અને પીસીબીએ પાડેલા અંગ્રેજી તથા દેશી દારૂનાં 3 દરોડા : 4 ઝડપાયા, 2 શખસોની શોધખોળ

પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ બંન્ને ટીમોની કાર્યવાહી : કુલ રૂા.3.67 લાખનો મુદામાલ કબજે કરાયો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝાએ દારૂ અને જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જેને અનુસરીને ડીસીબી અને પીસીબીએ જુદા જુદા દારૂના ત્રણ દરોડા પાડી 4 શખસોની અટકાયત કરી 2 શખસોની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની સુચનાને ઘ્યાને લઇ ડીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ.ગરચરની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે ટીમના અનીલ સોનારા, હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને મળેલ બાતમીના આધારે સત્યસાંઇ રોડ પર આવેલ શિવમનગર સોસાયટીના આંગન એપાર્ટમેન્ટ પાસેથી દારૂ ભરેલા એક્ટીવા સાથે નીકળેલા નીતીન નંદા (ઉ.29)ને ઝડપી પાડી તેની પાસેથી અંગ્રેજી દારૂની જુદી જુદી બ્રાન્ડની 29 બોટલ તેમજ 12 ચપલા મળી એક્ટીવા સહીત કુલ રૂા.1,00,000/-નો મુદામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં ડીસીબી પીએસઆઇ એમ.કે.મોવલીયાની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે ટીમના રમેશ માલકીયા અને તુલસી ચુડાસમાને મળેલ બાતમીના આધારે સાતડા ગામની સીમમાં આવેલ ઇપીપી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે અનકુ ચાવડા (ઉ.44)ને ઝડપી પાડી પોલીસે રૂા.30,000/-ની કિંમતનો 150 લીટર દેશી દારૂ તેમજ કાર અને મોબાઇલ મળી કુલ રૂા.2.35 લાખનો મુદામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સાથોસાથ પોલીસે અનકુની આગવી ઢબે પુછપરછ કરતા ચોટીલાના શિવરાજ ખાચરનું નામ ખુલતા તેને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં રાજકોટ શહેરમાં તાજેતરમાં પાવરમાં આવેલી પીસીબીએ પણ દેશી દારૂના ધંધાર્થીઓ પર તવાઇ યથાવત રાખી હોય તેમ પેટ્રોલીંગમાં હોય ત્યારે પીસીબીના કરણ મારૂ અને વિજય ઉકાભાઇને મળેલ બાતમીના આધારે લોથડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મીરા કાસ્ટીંગવાળા રોડ પર રહેલી ઓરડીમાં દરોડો પાડી રૂા.32000/-નો 160 લીટર દેશી દારૂ ઝડપી પાડી બબલુ શેખ (ઉ.22) અને હુસેન અંસારી (ઉ.22)ની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા બંન્ને શખસોની પુછપરછમાં ઇમરાન ઉર્ફે બાબો હાલાનું નામ ખુલતા તેને શોધી કાઢવા તજવીજ હાથ ધરાઇ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર