ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના બૂટલેગરે મંગાવેલો રૂ.71.66 લાખનો અંગ્રેજી દારૂ એસએમસીએ ઝડપી લીધો

રાજકોટના બૂટલેગરે મંગાવેલો રૂ.71.66 લાખનો અંગ્રેજી દારૂ એસએમસીએ ઝડપી લીધો

હરિયાણાથી આવતો દારૂ જયપુરના બે ભાઇઓએ મોકલ્યો’તો : સુરેન્દ્રનગરના પાણસીણા પાસેથી પોલીસે ઝડપી લીધો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટના બુટલેગરે મંગાવેલો 71.66 લાખનો અંગ્રેજી દારૂ એસએમસીએ પાણશીણા પાસેથી કબજે કર્યો છે. જો કે, રાજકોટના ક્યાં બુટલેગરે દારૂનો આટલો જંગી જથ્થો મંગાવ્યો તે વિશે હજુ સુધી એસએમસીને કોઇ માહિતી મળી નથી. હરિયાણાથી આ દારૂનો જથ્થો આવતો હતો. આ બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરીયાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ ડી.વી.ચિત્રાએ સ્ટાફ સાથે પાણશીણા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થયેલા ક્ધટેનર અને ટ્રેલરને અટકાવી તલાશી લેતા ક્ધટેનરના ચોરખાનામાંથી અંગ્રેજી દારૂની 336 જ્યારે 16 વ્હીલના ટ્રેલરમાંથી અંગ્રેજી દારૂની 1267 મળી કુલ 1603 પેટી મળી આવી હતી. તે સાથે જ એસએમસીએ બંન્ને વાહનોના ચાલકો પ્રકાશ કેશવનાથ જોગી અને ખેતારામ વાકારામ જાટ (રહે.બંન્ને બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. બંન્ને વાહનો, રૂા.71.76 લાખનો દારૂ, બે મોબાઇલ ફોન, બે જીપીએસ ટ્રેકર વગેરે મળી કુલ રૂા.1.11 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં બંન્ને ડ્રાઇવરોએ એવી કબુલાત આપી હતી કે દારૂનો આ જથ્થો હરિયાણાથી ભરી રવાના થયા હતા. વાયા જયપુર, ઉદેપુર, અમદાવાદ થઇ રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ પહોંચે ત્યારે જે શખસ ફોન કરે તેને દારૂના વાહનો આપી દેવાની સુચના મળી હતી. જેના પરથી એસએમસીએ રાજકોટના બુટલેગરે આ દારૂનો જથ્થો મંગાવ્યાનું તારણ કાઢયું છે. દારૂનો જથ્થો મોકલનાર તરીકે રાજસ્થાનના જયપુરના કોટપૂતલી ગામના સતપાલસિંહ યાદવ અને તેના ભાઇના નામો ખુલ્યા છે. એસએમસીના સુત્રોએ જણાવ્યું કે, આ બંન્ને આરોપીઓ પકડાયા બાદ રાજકોટના ક્યાં બુટલેગરે દારૂનો આ જથ્થો મંગાવ્યો હતો તેનો ખુલાસો થશે. હાલ આ બંન્ને આરોપીઓ સાથે એક મોબાઇલ ધારક ઉપરાંત રાજકોટમાં દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા બુટલેગરને એસએમસીએ વોન્ટેડ દર્શાવી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર