ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટબેન્કમાં લોકોનાં વિશ્વાસને ક્યાંય દાગ નહી લાગે : જયરાજસિંહ જાડેજા

બેન્કમાં લોકોનાં વિશ્વાસને ક્યાંય દાગ નહી લાગે : જયરાજસિંહ જાડેજા

ગોંડલમાં નાગરિક બેન્કનાં જ્વલંત વિજય બાદ વિજય સભા યોજાઇ

(આઝાદ સંદેશ), ગોંડલ : ગોંડલ નાગરિક બેન્કની ચુંટણીમાં વિપક્ષને ઘોર પરાજ્ય આપી ભાજપ પ્રેરીત પેનલનો ધીંગો વિજય થયા બાદ રાત્રે ઉદ્યોગભારતી અયોધ્યા ચોક ખાતે ભાજપ દ્વારા વિજય સભાનું આયોજન કરાયુ હતુ.તેમાં જેના નૈતૃત્વ હેડળ ચુંટણી લડાઇ તેવા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ સભાસદોનો હાથ જોડી આભાર માન્યો હતો.
નાગરિક બેન્કનાં પરીણામ દ્વારા ટીવી-ચેનલો, ગોંડલનાં મતદારોએ જવાબ આપી દીધો છે. જયરાજસિંહે કહ્યુ કે આધુનિક અને સુવિધાઓ સાથે બેંકનું નવુ બિલ્ડીંગ બનશે. તેમણે કહ્યુ કે, સભાસદોએ અશોકભાઈ પીપળીયાની નીતીમતા અને સુદ્રઢ વહીવટને મત આપ્યા છે. ત્યારે સભાસદોનાં વિશ્ર્વાસને ક્યારેય દાગ નહી લાગે. નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ તેજાબી વ્યક્તવ્યમાં યતિષભાઈ દેસાઈને આડે હાથ લઈ કહ્યુ કે તેમનુ કામ ચોમાસાની ઋતુની જીવાત જેવુ છે. જ્યારે ચુંટણીઓ આવે આ જીવાત આવી જાય. ગણેશભાઈની કોરોનાકાળ, પુરગ્રસ્ત સ્થિતી સમયની સેવાઓ લોકો ભુલ્યા નથી પણ તે યતિષભાઈને ખબર નથી ! યતિષભાઈ ખોટી રીતે વિરોધ કરવા ટેવાયેલા છે. 100 વર્ષ જુના રાજાશાહી વખતનાં ભગાબાપુનાં બન્ને પુલને હજુ સો વર્ષ સુધી કંઈ થાય તેમ નથી. તેમ છતા કોર્ટને ગુમરાહ કરી પુલ બંધ કરાવી ગોંડલને બાનમાં લીધુ છે. પુલ બંધ થતા મમરા,સિમેન્ટ સહિત ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. તેમણે કહ્યુ કે ગોંડલનાં હીતમાં યતિષભાઈએ હમેંશા અવરોધ નાખ્યા છે. બેંકનો ચુકાદો તેની ગવાહી છે. નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ મનસુખભાઇ સખીયા એ કહ્યુ કે યતિષભાઈમાં નૈતિકતા જેવું જરા પણ હોય તો આ નાલેશી સ્વીકારવી જોઈએ. વિજયસભામાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે બેન્કની ચુંટણીમાં ઈમાનદારીનો વિજય થયો છે. ગોંડલના આન, બાન અને શાનનું રક્ષણ જયરાજસિહ કરે છે. કોઈ લુખ્ખાઓ હાની પંહોચાડે તો તેને સીધાદોર કરવાનું કામ પણ જયરાજસિહ જાડેજા કરે છે. વિજય સભામાં ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિત વિજેતા ઉમેદવારો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર