ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનવરંગ નેચર ક્લબ દ્વારા વન્ય સપ્તાહની ઉજવણી થશે

નવરંગ નેચર ક્લબ દ્વારા વન્ય સપ્તાહની ઉજવણી થશે

રાજકોટની વિવિધ શાળામાં વિનામુલ્યે લેખીત કસોટી લેવાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: ભારતીય વન નીતિ મુજબ કુલ જમીનના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઇએ પરંતુ ગુજરાત રાજ્યમાં 10% જ જંગલો છે. તેને સાચવવાની જવાબદારી સરકારી રાહે થતી હોય છે પરંતુ બાકીના 90% વિસ્તારમાં લોકો રહે છે ત્યાં વન્યજીવો, વનસ્પતિ, કુદરતી સંપતિનું મહત્વ સમજાય અને આ 90% વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો વવાય, વન્યજીવોની કાળજી લેવાય, પોતાના ખેતરમાં એક લાઇન જુવાર/બાજરાનું વાવેતર પક્ષીઓ માટે કરતા થાય અને કુદરતી સંપત્તિનો વિવેકભર્યો ઉપયોગ કરતા થાય તે માટે વિધાર્થી અવસ્થામાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ કેળવાય, વિવિધ પોષણકળીઓમાં વન્યજીવોનું મહત્વ શું છે તેની જાણકારી મળી, પક્ષીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે. વન્યજીવોના રહેઠાણનું મહત્વ સમજાય અને અનુકંપા જાગે, પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી પ્રાણી (માનવી) વન્યજીવોને પૃથ્વી પર રહેવાની અને વૃદ્ધિ કરવાનો અધિકાર બક્ષે તેવા હેતુથી નવરંગ નેચર ક્લબ-રાજકોટ વિધાર્થીઓની વિનામુલ્યે લેખીતમાં કસોટી લેવા માંગે છે.
જેમાં ધો.5 થી 12ના વિધાર્થીઓ ભાગ લઇ શકશે. પ્રશ્ર્નપત્ર જે તે સ્કૂલને ઇલેક્ટ્રોનિક માઘ્યમથી પહોંચાડી આપવામાં આવશે. પ્રશ્ર્નપત્ર મેળવવા માટે તા.1/10/24 સુધીમાં 94275 63898 નંબર પર સંપર્ક કરવો. કસોટી પોતાની સ્કૂલમાં લેવાની રહેશે. પ્રશ્ર્નપત્રોની ચકાસણી સ્કૂલ દ્વારા કરવાની રહેશે. વિધાર્થીઓ માટે પ્રશ્ર્નપત્રને અનુરૂપ વાર્તાલાપ જે તે શાળાએ પોતાની સ્કૂલમાં ગોઠવવાનો રહેશે. તા.2-10-24 થી 8-10-24 સુધીમાં પરીક્ષા લઇ લેવાની રહેશે. વધુ વિગત માટે વી.ડી.બાલા મો.નં.94275 63898નો સંપર્ક કરવો તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા વી.ડી.બાલા, નરેશ નકુમ, જયવીરસિંહ જાડેજા, શૈલેષ સેજાણી, રાજેશ વાઘાણીએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર