ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરૈયાધાર અને ચુનારાવાડમાંથી દેશી દારૂની ફેકટરી ઝડપાઇ

રૈયાધાર અને ચુનારાવાડમાંથી દેશી દારૂની ફેકટરી ઝડપાઇ

પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે. હુણ અને સ્ટાફનો દરોડો : મહિલા સહિત ચારની અટકાયત

(આઝાદ સંદેશ),રાજકોટ : રાજકોટ શહેર પીસીબી સ્ટાફ દ્વારા રૈયાધાર અને ચુનારાવાડ વિસ્તારમાં દરોડો પાડી દેશી દારુની મીની ફેકટરી ઝડપી લેવામાં આવી છે. આ દરોડામાં કુલ રૂ.60 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી ચાર શખસોની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી પીએસઆઇ એમ.જે. હુણ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી હકીકતના આધારે યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારના રૈયાધારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી દેશી દારુ બનાવવાની મીની ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી જેમાંથી 32 લિટર દારુ કિંમત રૂ. 6400 અને આથો અને સાધનો મળી રૂ. 17050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત થોરાળા પોલીસ મથક વિસ્તારના ચુનારાવાડ શેરી નં-1માં નદીના કાંઠે આવેલી ઓરડીમાં પણ દરોડો પાડી રૂ.43,000નો દેશી દારુ અને આથો તેમજ દારુ બનાવવાના સાધનો મળી રૂ. 43,375નો મુદ્દામાલ કબજે કરી અંકિત ઉર્ફે ભોલો અશોકભાઇ સોલંકી, ગુલાબ આમદ કાતિયા, મનસુખ ઉર્ફે મુન્નો સુખાભાઇ ઝાલા અને મનિષાબેન ઉર્ફે મુન્ની વિનોદભાઇ સોલંકીની અટકાયત કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર