ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટનાં વેપારી સાથે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની પેઢીના સંચાલકોએ આચરી રૂ.7.83 કરોડની છેતરપિંડી

રાજકોટનાં વેપારી સાથે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની પેઢીના સંચાલકોએ આચરી રૂ.7.83 કરોડની છેતરપિંડી

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોના યુનિવર્સિટી રોડ પરના આલાપ એવન્યુમાં રહેતા અને પુષ્કરધામ મંદિર પાસે શિવાલીક-2માં એપેક્ષ કોર્પોરેશન નામની પેઢી ધરાવતા માલિક સાથે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની 6 પેઢી અને તેના ભાગીદારોએ રૂા.7.83 કરોડની ઠગાઇ કર્યાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. આ કેસની તપાસ આર્થિક ગુના નિવારણ સેલને સુપ્રત કરવામાં આવી છે.
અશોકભાઇ માવજીભાઇ દુધાગરા (ઉ.49)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની સાથે મિત્ર દિનેશભાઇ મકવાણા પેઢીમાં ભાગીદાર છે. તેની પેઢીમાં કોટન, વેસ્ટ કોટન, ફ્લેટ, સ્વીપીંગ, કોટન મીક્ષ અને કોટન યાર્ન વગેરેનું ખરીદ વેચાણ કરવામાં આવે છે. ત્રણેક વર્ષ પહેલા ધંધાને કારણે પરિચયમાં આવેલા વિનોદ યાદવ મારફતે નાગપુરના નારખેડ તાલુકાની માતોશ્રી માગાસ્વર્ગીય શેતકારી સહકારી સુતગીરણી માલાપુરની નામની પેઢીના ચેરમેન બન્દુ તાગડે સાથે ઓળખાણ થઇ હતી. જેથી તેમની મીલ રૂા.9 લાખમાં ભાડે રાખી કરાર કર્યા હતા. જે મુજબ તેની પેઢીએ રૂા.50 લાખ ડિપોઝીટ પેેટે ચુકવ્યા હતા. મીલ ખાલી કરી તેના બે મહીના અગાઉ લેખીતમાં જાણ કરવાની શરત હતી. ત્યારપછી તેની પેઢીમાંથી કોટનની ગાંસડી વેચાણથી આપી હતી એટલું જ નહીં બન્દુ તાગડેની પેઢી પાસેથી કોટન યાર્ન (દોરા) અને કોટન વેસ્ટની ખરીદી પણ કરતા હતા. ગત તા.24-5-2022ના રોજ નોટીસ આપી મીલ ખાલી કરી આપી હતી. તે સમયે તેની પેઢીના ડીપોઝીટ સહીતના કુલ રૂા.5.39 કરોડ લેવાના નીકળતા હતા. જેમાંથી રૂા.64 લાખ ચુકવ્યા હતા. બાકીના રૂા.4.75 કરોડ લેવાના નીકળે છે. અવાર નવાર ઉઘરાણી કરવા છતાં રકમ પરત આપી નથી. આંધપ્રદેશના ગંતુર તાલુકામાં આવેલી સાગર કોટન સ્પીનીંગના માલીક મચેરલા મેરીને કોટન યાર્ન અને કોટન વેસ્ટ વેચાણ કરતા હતા. સામે કોટન ગાંસડી ખરીદતા હતા. જે વ્યવહારના રૂા.1.23 કરોડ લેવાના બાકી નીકળે છે. જે પરત આપતા નથી. મહારાષ્ટ્રના નાસીક જીલ્લાના માલેગાંવના ઓમ ગોડાઉનના માલીક એકતા શેઠ, બે ભાગીદારો હમઝા અને આસીફનું વેર હાઉસ ભાડે રાખ્યું હતું. તે વખતે 2022ની સાલમાં રૂા.1.10 કરોડનું તૈયાર દોરાનો માલ વેર હાઉસમાં રાખવા માટે આપ્યો હતો પરંતુ બાદમાં આ માલ ભરવા દીધો ન હતો. એટલું જ નહીં માલના પૈસા પણ આપ્યા નથી. આ રીતે ત્રણેય આરોપીઓએ તેનો માલ બારોબાર વેચી નાખ્યાની શંકા છે. માલેગાંવની શિવ ટેક્સટાઇલ પેઢીના ભરતભાઇ તેની પેઢી પાસેથી કોટન ર્યાન ખરીદ કરતા હતા. 2021ની સાલથી માલના રૂા.19.43 લાખ પરત આપતા નથી. મહારાષ્ટ્રના બુલધાણા જીલ્લામાં આવેલી જયશ્રી બાલાજી સ્પીનીંગ મીલના માલીક રાજેન્દ્ર અને પ્રતિક છે. તેણે સ્ટેમ્પ પેપર પણ લખાણ કરાવી તેમની મીલ ભાડેથી રાખી હતી. જે તે વખતે મીલનું વીજબીલ રૂા.16.35 લાખ બાકી હતું. જે ચુકવ્યું હતું. જે રકમ આજ સુધી પરત આપી નથી. મહારાષ્ટ્રના નાગપુર જીલ્લામાં દીક્ષા ટેક્સટાઇલ માલીક વિનોદ યાદવ છે. તેની પેઢીએ તેની પાસેથી માલ ખરીદયો હતો. જેના રૂા.37.72 લાખ પરત આપતા નથી. જેથી આ તમામ પેઢીના માલીકો અને ભાગીદારો વિરૂદ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર