ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં 3 સ્થળેથી રૂ.5.58 લાખનો ગાંજો અને વિદેશે સિગારેટ જપ્ત

રાજકોટમાં 3 સ્થળેથી રૂ.5.58 લાખનો ગાંજો અને વિદેશે સિગારેટ જપ્ત

શહેર એસઓજીએ 24 કલાકમાં ત્રણ દરોડા પાડ્યા : જંગલેશ્ર્વરમાંથી 51.860 કિલો અને ગાંધીગ્રામના ભારતીનગર નજીકથી 2.088 કિલો ગાંજાના જથ્થા સાથે 3 શખસોને ઝડપી લીધા : કાલવડ રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ સામે આવેલ ડ્રીમ પોઇન્ટ દુકાનમાંથી પ્રકાશ ઉર્ફે શાહરૂખ કેસરિયા પ્રતિબંધિત 43 વેપ સાથે ઝડપી લેવાયો

(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરમાં માદક પદાર્થના વેચાણને અટકાવવા પોલીસ એક્શનમાં આવી હોય તેમ જંગલેશ્ર્વરમાં ગાંજાનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાની માહિતીને આધારે એસઓજીએ દરોડો પાડી બે મકાનમાંથી રૂા.5.18 લાખના ગાંજા સાથે બે નામચીન શખસને ઝડપી લીધા છે. બાચકામાં ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનાથી માદક પદાર્થનું બંન્ને શખસ વેચાણ કરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એસએાજીએ છેલ્લા 24 કલાકમાં બે સ્થળેથી મોટી માત્રામાં ગાંજો અને એક સ્થળેથી વિદેશી સીગારેટનો જથ્થો જપ્ત કર્યો હોવાનું પીઆઇ એસ.એમ.જાડેજાએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી જંગલેશ્ર્વરમાં ગાંજાનું વેચાણ થતું હોવાની માહિતીને આધારે પીઆઇ જાડેજા, પીએસઆઇ હરિયાણી અને હે.કો.ઘનશ્યામસિંહ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ ઝાલા સહીતના સ્ટાફે જંગલેશ્ર્વરમાં દરોડો પાડતા રફીક યુસફભાઇ જુણેજા અને અસલમ ગુડ્ડુ શેખના મકાનમાંથી રૂા.5.18 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંન્નેની અટકાયત કરી આ ગાંજો ક્યાાંથી લાવ્યા અને કોને ડીલીવરી કરવાનો હતો તેમજ આ ગાંજાના જથ્થામાં વધુ કોણ કોણ શખસોની સંડોવણી છે તે અંગે પણ પુછતાછ કરી હતી. આ ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો તેમજ 5600ની રોકડ, વજનકાંટો સહીત રૂા.5.29 લાખની મતા કબજે કરવામાં આવી છે. રાજકોટમાં ગાંજા ઉપરાંત એમડી સહીતના ડ્રગ્સનું વેચાણ છેલ્લા કેટલાક સમયથી વઘ્યુ છે. પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝાએ થોડા સમય પહેલા જ એસઓજી સહીતની બ્રાંચમાં અધિકારીઓની ફેરબદલીઓ કરી હતી અને ડ્રગ્સના દુષણને નાબુદ કરવા સુચના આપી હતી અને તેના ભાગરૂપે જ એસઓજીની ટીમે માદક પદાર્થો વેચતા શખસો પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું અને માત્ર 24 કલાકમાં જ બે સ્થળેથી ગાંજાનો જથ્થો ઝડપાઇ ગયો છે અને કુખ્યાત શખસો પણ હાથમાં આવ્યા છે તેમજ વધુ કેટલાક નામ પણ પોલીસને મળ્યા છે.
બીજા બનાવમાં ગાંધીગ્રામ નજીક ભારતીનગરમાં રહેતો નામચીન રણજીત માદક પદાર્થનો વેપલો કરતો હોવાની માહિતીને આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડો પાડી બે કિલો ગાંજાનો જથ્થા સાથે ઝડપી લઇ તેની ધરપકડ કરી તેની પાસેથી 20 હજારની કિંમતનો ગાંજો અને મોબાઇલ સહીતની મતા કબજે કરી હતી. પીએસઆઇ માજીરાણા, હાર્દિકસિંહ સહીતના સ્ટાફે ભારતીનગરમાં દરોડો પાડી તપાસ કરતા મકાનમાંથી રૂા.20880ની કિંમતનો 2.088 કિલો ગાંજો મળી આવતા પોલીસે રણજીત નારૂભા રત્નુની અટકાયત કરી તેની પુછતાછ કરી હતી. પોલીસની પુછતાછમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલો રણજીત દોઢેક વર્ષથી સુરત પાસેથી ગાંજો લાવી વેચતો હોવાનું રટણ કરતા ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા બનાવમાં કાલાવડ રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે ડ્રીમ પોઇન્ટ નામની સીગારેટનું વેચાણ થતું હોવાની માહિતીને આધારે એસઓજીની ટીમે દરોડો પાડતા રૂા.20 હજારની કિંમતના 43 સીગારેટના બોક્સ મળી આવતા પોલીસે વેપારી એવરેસ્ટ પાર્કમાં રહેતા પ્રકાશ ઉર્ફે શાહરૂખ નારાયણદાસ કેસરીયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર