ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસહવે PFમાં પહેલા કરતા વધારે પૈસા જમા કરાવી શકશો, સરકાર બનાવી રહી...

હવે PFમાં પહેલા કરતા વધારે પૈસા જમા કરાવી શકશો, સરકાર બનાવી રહી છે આ મોટો પ્લાન

શું પ્રોવિડન્ટ ફંડના પૈસા પણ તમારા પગારમાંથી કપાય છે? આગામી દિવસોમાં તેના યોગદાનમાં મોટો ફેરફાર થઈ શકે છે. સરકાર આ માટે મોટી યોજનાઓ બનાવી રહી છે. વાંચો આ સમાચાર…

ટૂંક સમયમાં દેશમાં પ્રોવિડન્ટ ફંડ (પીએફ) સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકાર પીએફમાં યોગદાનની ઉપલી સીમામાં ફેરફાર કરી શકે છે. ખુદ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી છે કે સરકાર તેની સમીક્ષા કરી રહી છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું કહેવું છે કે સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) અને કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ)ની ઉપલી મર્યાદાને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી કી કહાની આઝાદ સંદેશ કી જુબાની

તમે પહેલા કરતા વધારે પૈસા જમા કરાવી શકશો

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઇપીએફઓના 92 ટકા ગ્રાહકોને એકત્રિત રકમ ચૂકવવામાં આવે છે. માટે સરકાર ઇપીએફઓમાં જમા કરવાની ઉપલી મર્યાદાને સરળ બનાવવા માંગે છે, જેથી ઇપીએફઓમાં લોકો વધુ બચત કરી શકે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા પર પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા. જુલાઈ 2024 માં પણ કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે ખબર આવી કે સરકાર પીએફ કોન્ટ્રીબ્યુશનની ઉપલી મર્યાદા દર મહિને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા પ્રતિ માસ કરી શકે છે.

હવે પીએફમાં પૈસા જમા કરાવવાની મર્યાદા શું છે?

હાલ દરેક કર્મચારી પોતાના પીએફ એકાઉન્ટમાં વધુમાં વધુ 15,000 રૂપિયાનું યોગદાન જમા કરાવી શકે છે. સરકારે 1 સપ્ટેમ્બર, 2014ના રોજ આ મર્યાદામાં વધારો કર્યો હતો. તે પહેલા વર્ષ 2001થી 2014 સુધી પીએફ જમા કરાવવાની મહત્તમ મર્યાદા 6500 રૂપિયા પ્રતિ માસ હતી. પીએફના નિયમો અનુસાર કર્મચારીના બેઝિક પગાર, હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ) અને અન્ય ભથ્થાંના 12 ટકા પીએફમાં જમા થાય છે.

આમાં કર્મચારીનું યોગદાન સીધું પીએફ ખાતામાં જાય છે, જ્યારે તેટલી જ રકમ કંપની કે એમ્પ્લોયરે જમા કરાવવી પડે છે, જો કે તેમાંથી 8.33 ટકા રકમ તેના પેન્શન ખાતામાં જાય છે, બાકીના 3.67 ટકા કર્મચારીના પીએફ ખાતામાં જમા થાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર