ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયગૌતમ અદાણીએ બાંગ્લાદેશને આપ્યું અલ્ટિમેટમ, ટૂંક સમયમાં ચુકવશે 4200 કરોડ રૂપિયા

ગૌતમ અદાણીએ બાંગ્લાદેશને આપ્યું અલ્ટિમેટમ, ટૂંક સમયમાં ચુકવશે 4200 કરોડ રૂપિયા

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારને વહેલી તકે આશરે ૪૨૦૦ કરોડ રૂપિયાની તેમની બાકી નીકળતી રકમ ચૂકવવા ચેતવણી આપી છે. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો …

વડાપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા બાદ બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. ગૌતમ અદાણીએ આ સરકારને ચેતવણી આપી છે કે તે પાવર પ્રોજેક્ટની બાકી ચુકવણી ટૂંક સમયમાં ચૂકવે.

ધિરાણકર્તાઓનો હપ્તો ચૂકવવો પડશે

ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક સમાચાર અહેવાલમાં અદાણી ગ્રુપ દ્વારા જારી કરાયેલા નિવેદનના આધારે કહેવામાં આવ્યું છે કે વધતા જતા નાણાકીય પડકાર છતાં, તે બાંગ્લાદેશને વીજ પુરવઠો પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે. અદાણી ગ્રુપ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યું છે.

આ પણ વાંચો: શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાના બહાને વિધવા સાથે અમદાવાદી શખસની રૂ.3.80 લાખની ઠગાઇ

અદાણી ગ્રુપનું કહેવું છે કે, ત્યાંની વચગાળાની સરકારને આ પ્રોજેક્ટની બિનટકાઉતા અંગે જાગૃત કરવામાં આવી છે, કારણ કે અમારે માત્ર વીજ પુરવઠો જ પૂરો કરવાનો નથી, પરંતુ આપણે જેમને ઉધાર લીધા છે તેમના હપ્તા પણ ચૂકવવાના છે. આ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કારણ કે બાંગ્લાદેશ તરફથી ચુકવણી બાકી છે.

અદાણી ગ્રુપ ભારતના ગોડ્ડા પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડે છે. તે ૧૬૦૦ મેગાવોટની ક્ષમતાનો કોલસા પાવર પ્લાન્ટ છે. આ સાથે જ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એગ્રીમેન્ટ મોંઘા હોવાનો આરોપ લગાવ્યો છે.

બાંગ્લાદેશને વિશ્વ બેંક પાસેથી મદદની આશા

હાલ બાંગ્લાદેશમાં વીજળીનું સંકટ વધી રહ્યું છે. આનું કારણ વીજળી સંબંધિત તેની નાણાકીય જવાબદારીમાં વધારો છે. બાંગ્લાદેશનું વીજળી સંબંધિત દેવું 3.7 અબજ ડોલર (લગભગ 31,000 કરોડ રૂપિયા)ને પાર કરી ગયું છે.

મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં મુખ્ય ઊર્જા સલાહકાર મુહમ્મદ ફુઝુલ કબીર ખાનનું કહેવું છે કે બાંગ્લાદેશ તેના અર્થતંત્રને સ્થિર કરવા માટે વિશ્વ બેંક અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ પાસેથી નાણાકીય મદદની આશા રાખી રહ્યું છે. આ માટે વચગાળાની સરકાર પ્રયાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર