શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયVideo:રાષ્ટ્રગીત દરમિયાન અફઘાનિસ્તાનના અધિકારીઓ બેઠા રહ્યા જોવો પાકિસ્તાનની પ્રતિક્રિયા!

Video:રાષ્ટ્રગીત દરમિયાન અફઘાનિસ્તાનના અધિકારીઓ બેઠા રહ્યા જોવો પાકિસ્તાનની પ્રતિક્રિયા!

ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે મંગળવારે પેશાવરમાં આયોજિત એક કાર્યક્રમમાં અફઘાન અધિકારીઓને આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન કાર્યક્રમમાં પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું, ત્યારબાદ બધા ઉભા થઇ ગયા પરંતુ અફઘાનિસ્તાનના અધિકારીઓ ત્યાં જ બેસી રહ્યા હતા. પાકિસ્તાને આનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાનમાં મંગળવારે ઈસ્લામિક પયગમ્બર મોહમ્મદના જન્મદિવસ ઈદ મિલાદ ઉન નબીના અવસર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અફઘાન રાજદૂતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જ્યારે પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે અફઘાન અધિકારીઓ પોતાની બેઠકો પર બેસી રહ્યા હતા અને ઉભા રહ્યા ન હતા, જેના પર પાકિસ્તાને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને અફઘાન રાજદ્વારીઓ પર રાષ્ટ્રગીતનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો.

એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે અફઘાન અધિકારીઓ બેઠા છે અને બાકી બધા ઉભા છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે એક નિવેદનમાં કહ્યું કે યજમાન દેશના રાષ્ટ્રગીતનો અનાદર રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ છે. અફઘાનિસ્તાનના કાર્યકારી કોન્સ્યુલ જનરલનું આ કૃત્ય નિંદનીય છે. અમે ઇસ્લામાબાદ અને કાબુલ બંનેમાં અફઘાન અધિકારીઓ સામે અમારો સખત વિરોધ વ્યક્ત કરી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું

અફઘાન અધિકારીઓને ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન અલી અમીન ગાંડાપુર દ્વારા આમંત્રણ અપાયું હતું. આ દરમિયાન અફઘાન કોન્સ્યુલેટ પેશાવરના પ્રવક્તાએ એક સ્પષ્ટીકરણ નિવેદન જારી કરીને કહ્યું કે તેમનો પાકિસ્તાનના રાષ્ટ્રગીતનો અનાદર કરવાનો કોઈ ઈરાદો નથી. “રાષ્ટ્રગીતમાં સંગીત હોવાથી, જ્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે અફઘાન કોન્સ્યુલ જનરલ ઉભા થયા ન હતા.

અપમાન કરવાનો કોઈ સવાલ જ નથી

એટલું જ નહીં અફઘાન કોન્સ્યુલેટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે અમે સંગીતના કારણે અમારા પોતાના રાષ્ટ્રગીત પર પ્રતિબંધ મૂક્યો છે. અફઘાન રાજદ્વારીઓ દેખીતી રીતે રાષ્ટ્રગીતના સંદર્ભમાં તેમની છાતી પર હાથ રાખીને ઉભા રહેશે જો તે સંગીત વિના વગાડવામાં આવે તો! તેથી યજમાન દેશ (પાકિસ્તાન)ના રાષ્ટ્રગીતનો અનાદર કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર