ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટશેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાના બહાને વિધવા સાથે અમદાવાદી શખસની રૂ.3.80...

શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાના બહાને વિધવા સાથે અમદાવાદી શખસની રૂ.3.80 લાખની ઠગાઇ

(આઝાદ સંદેશ), રાજકોટ : શહેરમાં ઢેબર રોડ નજીક ગોપાલનગરમાં રહેતા વિધવા મહિલા સાથે શેરબજારમાં સારું વળતર આપવાના બહાને અમદાવાદ રહેતા શખ્સે રૂ.3.80 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ ગોપાલનગરમાં સિટી ફોર્ચુન એપાર્ટમેન્ટમાં રહેતા માનસીબેન પ્રદીપભાઈ ભટ્ટીએ અમદાવાદ રહેતા ધવલભાઇ નામના શખ્સ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે, તે તેના પિતા સાથે રહેતો હોવાનું અને મવડી ચોકડી પાસે પ્રાઇવેટ નોકરી કરતો હોય અને અમદાવાદ રહેતી તેની બહેનપણી રિચા અને તેના પતિ ધવલભાઈ પરિચિત હોય અને ધવલભાઈ અમદાવાદમાં મોના એસ્ટેટ નામે એર કમ્પ્રેશર બનાવવાની પેઢી ચલાવતા હોય અને શેર માર્કેટનું કામ કરતા હોય જેથી એકાદ વર્ષ પહેલાં તેને શેરબજારમાં પૈસાનું રોકાણ કરો તો તમને સારો નફો મળશે. જેથી તેને વિશ્વાસ રાખી રોકાણ કરવાની હા પાડી હતી.
દરમિયાન તા.5-6-23માં રૂ.8 હજાર ટ્રાન્સફર કર્યા હતા બાદમાં તેને રૂ. 40 હજાર શેર માર્કેટમાં મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવાનું કહી ટ્રાન્સફર કરાવ્યા હતા બાદમાં કટકે-કટકે કુલ રૂ.3.80 લાખ ધવલભાઇએ ધંધામાં રોકવા માટે તેની પત્ની રિચાના ખાતામાં નખાવ્યા હતા. બાદમાં ધવલભાઈએ તમારા પૈસા વળતર સાથે ચૂકવી આપીશ. તેમ કહી તેને અગાઉ રૂ.15 હજાર પાછા પણ આપ્યા હતા અને બીજા પૈસા હું તમને આપી દઇશ કહી પૈસા આપ્યા ન હતા અને અવારનવાર વાયદાઓ કરતાં હોય જેથી અગાઉ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં પૈસા નહીં આપતા ફરિયાદ કરી હોવાનું જણાવતા એએસઆઈ બાલાસરા સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર