ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસકોર્પોરેટRIL-Delta Galil JV: અંડરગાર્મેન્ટ્સ બિઝનેસમાં ઉતરશે મુકેશ અંબાણી- Jockey-Levi’s જેવી બ્રાન્ડ સાથે...

RIL-Delta Galil JV: અંડરગાર્મેન્ટ્સ બિઝનેસમાં ઉતરશે મુકેશ અંબાણી- Jockey-Levi’s જેવી બ્રાન્ડ સાથે થશે ટક્કર

એશિયાના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી હવે અંડરગાર્મેન્ટ બનાવવાની ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ માટે તેમની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇઝરાયલની એક કંપની સાથે હાથ મિલાવ્યો છે. કંપનીના આ પગલાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જોકી, લેવીઝ, સ્પીડો જેવી મલ્ટિનેશનલ બ્રાન્ડ્સથી આકરી સ્પર્ધા મળશે. આવો જાણીએ શું છે મુકેશ અંબાણીનો પ્લાન…

બાળકોના રમકડા, કપડા અને ચોકલેટ વેચ્યા બાદ હવે એશિયાના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી હવે અંડરગાર્મેન્ટ બનાવવાની ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. રિલાયન્સ રિટેલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા વૈશ્વિક અને સ્થાનિક આંતરિક વસ્ત્રો રિટેલરો અને બ્રાન્ડ્સ હસ્તગત કરી છે અને તેના બજારને વિસ્તૃત કર્યું છે. આ પછી હવે મુકેશ અંબાણીની નજર વૈશ્વિક બજાર પર ટકેલી છે. આ માટે મુકેશ અંબાણીની કંપનીએ ઇઝરાયલની એક કંપની સાથે હાથ મિલાવ્યો છે. મુકેશ અંબાણીના આ પગલાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જોકી અને લેવીઝ, સ્પીડો જેવી મલ્ટીનેશનલ બ્રાન્ડથી આકરી સ્પર્ધા મળશે.

આ પણ વાંચો: શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાના બહાને વિધવા સાથે અમદાવાદી શખસની રૂ.3.80 લાખની ઠગાઇ

આ બિઝનેસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ઇઝરાયેલના ડેલ્ટા ગેલિલ સાથે જોઇન્ટ વેન્ચર છે. તે ઇનરવેર પ્રોડક્ટ્સ બનાવતી વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. હાલમાં ડેલ્ટા ગેલિલ કેલ્વિન ક્લેઇન, ટોમી હિલ્ફિગર, કોલંબિયા જેવી વૈશ્વિક સ્તરે ઘણી મલ્ટિનેશનલ બ્રાન્ડ્સ ધરાવતી લાઇસન્સધારક છે. આ સિવાય તેણે તાજેતરમાં એડિડાસ અને પોલો રાલ્ફ લોરેન સાથે કરાર કર્યો છે. આવો જાણીએ મુકેશ અંબાણી અને ડેલ્ટા ગેલિલના સંયુક્ત સાહસ વિશે વિસ્તારથી…

શું છે મુકેશ અંબાણીનો પ્લાન?

ઇકોનોમિક ટાઇમ્સના જણાવ્યા અનુસાર, બંને કંપનીઓ વચ્ચે સમાન હિસ્સાથી બનેલું આ સંયુક્ત સાહસ, હાલની રિલાયન્સ બ્રાન્ડ્સ માટે ઇનરવેર બનાવશે અને 7 ફોર ઓલ મેનકાઇન્ડ અને નેસેનિટીઝ જેવી તેની પોતાની બ્રાન્ડ્સનો ડેલ્ટાનો વૈશ્વિક પોર્ટફોલિયો પણ ભારત કરશે. ડેલ્ટા ગેલિલ કંપની ઘણી મલ્ટિનેશનલ બ્રાન્ડ્સ સાથે કામ કરે છે. કંપની પાસે વિશ્વના ત્રણ જુદા જુદા દેશોમાં આર એન્ડ ડી કેન્દ્રો છે. કંપની ઇઝરાયેલમાં ફેબ્રિક ઇનોવેશન, ઓરેગોનમાં મોજાં અને ચીનમાં મહિલાઓના ઇનરવેર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની પાસે 7 રજિસ્ટર્ડ પેટન્ટ, 12 પેન્ડિંગ પેટન્ટ અને 8 એક્ટિવ ટેક ટ્રેડમાર્ક છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર