ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસશેર બજારઅચાનક શેરબજાર એ આભ આંબ્યુ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો, જાણો કારણ!

અચાનક શેરબજાર એ આભ આંબ્યુ સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો, જાણો કારણ!

બજાર સવારથી જ લીલા નિશાનમાં સુસ્ત ગતિએ કારોબાર કરી રહ્યું હતું. પરંતુ લગભગ 2 વાગ્યાની આસપાસ સેન્સેક્સ અને નિફ્ટીમાં અચાનક ઉછાળો આવ્યો હતો. બજારમાં આ તેજી પાછળનું કારણ અમેરિકન ડેટા છે. 

બજાર સવારથી જ લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યું હતું, પરંતુ લગભગ 2 વાગ્યાની આસપાસ સેન્સેક્સ અને નિફ્ટી અચાનક જ વધ્યા હતા. બજારમાં આ તેજી પાછળનું કારણ અમેરિકન ડેટા છે. ભારતીય બેંચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ગુરુવારે વૈશ્વિક સ્તરે લાભને અનુરૂપ ૧ ટકાથી વધુનો વધારો થયો હતો. યુએસ ફુગાવાના ડેટા બાદ સ્થાનિક ઇક્વિટીમાં વિદેશી રોકાણમાં વધારો થવાની અપેક્ષા મજબૂત બની છે, જેના કારણે ફેડરલ રિઝર્વની વ્યાજના દરમાં 25 બેસિસ પોઇન્ટના ઘટાડાની આગાહીને બળ મળ્યું છે.

આ પણ વાંચો: ત્રણ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ઝડપાયેલા ચીટર…

બજારના મોટા અપડેટ્સને સમજો

  1. એરટેલ, આરઆઇએલ, એચડીએફસી બેન્ક અને ઇન્ફોસિસે મળીને સેન્સેક્સમાં લગભગ 500 પોઇન્ટનો ઉમેરો કર્યો હતો.
  2. એક દિવસમાં બીએસઈ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 4.76 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
  3. સેન્સેક્સમાં એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ મુખ્ય પ્લેયર્સ હતા.
  4. સેન્સેક્સમાં ફરી 82,000 પોઈન્ટ જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 25,200ની ઉપર કારોબાર કરી રહ્યો હતો. ફેડના વ્યાજદરમાં ઘટાડાની આશાએ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
  5. યુબીએસ કવરેજને કારણે ઝોમેટોનો શેર રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો.
  6. પેટીએમ એજીએમમાં વિજય શેખર શર્માએ કહ્યું કે અમે પીએટી નફાકારકતા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, અને ફરીથી પેમેન્ટ લાયસન્સ માટે અરજી કરીશું.
  7. એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી, એનબીસીસી, એમટીએનએલના શેરમાં પણ 5% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.
  8. બ્લોક ડીલ: હોનાસા કન્ઝયુમરઃ 10.9 ટકા ઈક્વિટી ટ્રેડ થઈ હતી, જેના કારણે તેના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
  9. સેન્સેક્સ 400 અંકોની ઉપર ખુલ્યો, જ્યારે નિફ્ટીએ 25050 ની ઊપર કારોબાર શરૂ કર્યો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર