ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસિવિલમાં ડેન્ગ્યુથી યુવાનનું મોત : પરિવારે આખી હોસ્પિટલ માથે લીધી

સિવિલમાં ડેન્ગ્યુથી યુવાનનું મોત : પરિવારે આખી હોસ્પિટલ માથે લીધી

મૂળ જસદણના શિવરાજપુરના વતની અને હાલ ગોંડલ રોડ ઉપર ઝૂંપડપટ્ટીમાં રહેતા વિજય વાઘેલા (ઉ.વ.30)ને એઈમ્સમાંથી સિવિલમાં દાખલ કરાયો’તો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળો જીવલેણ બનતો જાય છે ત્યારે વધુ એક બનાવમાં મુળ જસદણના શિવરાજપુરના વતની અને હાલ રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પુનિત નગર પાણીના ટાંકા પાસે ઝુપડપટ્ટીમાં રહેતા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ડેંગ્યુની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે કલ્પાંત સાથે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ધમાલ મચાવી હતી. વહેલી સવારે છ વાગ્યાના અરસામાં મૃતક યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ માથે લેતા ઈમરજન્સી વિભાગના સ્ટાફ સામે આક્ષેપ બાજી કરી હતી. મૃતકના પરિવારજનોએ ધમાલ મચાવતા તમાશો જોવા લોકો ઉમટી પડ્યા હતા.મળતી વિગત મુજબ મૂળ જસદણ તાલુકાના શિવરાજપુર ગામના વતની અને હાલ રાજકોટમાં ગોંડલરોડ ઉપર પુનિતનગરના પાણીના ટાકા પાસે આવેલી ઝુપડ પટ્ટીમાં રહેતા વિજય બટુકભાઇ વાઘેલા (ઉ.વ.30) નામના યુવકને ગત તારીખ 11ના રોજ ડેંગ્યુની સારવાર અર્થ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા આજે વહેલી સવારે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક વિજય વાઘેલા છ ભાઇ એક બહેનમાં નાનો હતો. અને મંજૂરી કામ કરી પરિવારને આર્થીક મદદ કરતો હતો. મૃતક વિજય વાઘેલાને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. યુવકના મોત બાદ યુવકના પરિવારજનો અને સંબંધીઓ સિવિલ હોસિપટલમાં એકઠા થયા હતા અને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ સામે કપાઉન્ડમાં કલ્પાંત સાથે ધુણી ધુણીને ધમાલ મચાવી હતી. અને મૃતક યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજયુ હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર