ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમોરબી રોડ ઉપર જકાતનાકા પાસે ગણેશ પંડાલ બહાર દેશી દારૂની કોથળી સાથે...

મોરબી રોડ ઉપર જકાતનાકા પાસે ગણેશ પંડાલ બહાર દેશી દારૂની કોથળી સાથે નાચતા ચારેય શખસોને ઝડપી લેવાયા

અગાઉ આ અંગેનો વીડિયો વાયરલ થતાં બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથધરી

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટમાં નશાબંધીના લીરા ઉડાડતા વીડિયો હવે સામાન્ય બની ગયા છે. આજ પ્રકારનો એક વીડિયો આજે સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં ચાર શખસો ગણપતિ પંડાલની બહાર ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ સાથે ડાન્સ કરતા નજરે પડયા હતા. આ સ્થિતિમાં આબરૂ બચાવવા પોલીસે તત્કાલ તપાસ શરૂ કરી વીડિયોમાં દેખાતા ચારેય શખસોને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વાયરલ વીડિયો મોરબી રોડ જકાતનાકા પાસેના ગણપતિ પંડાલ નજીકનો હતો. જ્યાં હાથમાં દેશી દારૂની કોથળીઓ લઇ ચાર શખસો ડાન્સ કરતા નજરે પડયા હતા. તે તમામ શખસોની સામે પ્રોહીબીશનની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મધુભાઇ રીબડીયા (ઉ.45), સિંધાભાઇ વેલજીભાઇ થરેસા (ઉ.36), કાળુ વીરમભાઇ બાણોધ્રા (ઉ.45) અને રાજા ઉર્ફે રાજુ મેરૂભાઇ ડાભી (ઉ.38)નો સમાવેશ થાય છે. આ ચારેય શખસો હાથમાં દેશી દારૂની કોથળીઓ રાખી પીલે પીલે ઓ મોરે રાજા, પીલે પીલે ઓ મોરે જાની નામના બોલીવુુડ સોંગ પર ડાન્સ કરતા નજરે પડયા હતા. આ પ્રકારના કિસ્સાઓમાં બને છે તેમ ચારેય શખસોએ હવે પછી આ પ્રકારનું કૃત્ય નહીં કરીએ તેમ કહી માફી માગતા હોય તેવો વીડિયો પોલીસે જાહેર કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર