ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટ80 ફૂટ રોડ ઉપરથી દેશી તમંચા સાથે હિસ્ટ્રીશીટર પકડાયો

80 ફૂટ રોડ ઉપરથી દેશી તમંચા સાથે હિસ્ટ્રીશીટર પકડાયો

એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાના માર્ગદર્શનમાં સ્ટાફની કામગીરી : હે.કો. દિપકભાઈ ડાંગર અને કોન્સ. કિશોરભાઇ ઘુઘલની બાતમીના આધારે દુધસાગર રોડ પર ભગવતી સોસાયટીમાં ભાડાની ઓરડીમાં રહેતા ફિરોઝ સોલંકી (ઉ.વ.35)ની ધરપકડ

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેર એસઓજીએ ગઈકાલે સાંજે 80 ફૂટ રોડ ઉપરથી દેશી તમંચા સાથે હિસ્ટ્રીશીટર આરોપીને ઝડપી લીધો હતો. દુધસાગર રોડ પર ભગવતી સોસાયટીમાં ભાડાની ઓરડીમાં રહેતા નામચીન શખસ સામે અગાઉ મારામારી સહિતના ગુના નોંધાઇ ચુક્યા છે. તેણે ક્યાં ઇરાદે હથિયાર પોતાની પાસે રાખ્યું હતું અને કોની પાસેથી લાવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડો. પાર્થરાજસિંહ ગોહીલ, મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયાએ ગણપતિ વિસર્જન અંગેના તહેવાર અનુસંધાને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ રાખી ગેરકાયદે હથીયાર ધરાવતા શખ્સ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હતી. જેથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામળીયા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ.કોન્સ. દિપકભાઈ ડાંગર અને કોન્સ્ટેબલ કિશોરભાઇ ઘુઘલને સંયુકત રીતે બાતમી મળી હતી કે, 80 ફુટ રોડ અમુલ સર્કલથી આગળ ભગવતી ટેક્નો કારખાનાના ખુણા પાસે આરોપી ફિરોઝ ઇકબાલ સોલંકી (ઉ.વ.35, રહે. દુધસાગર મે. રોડ ભગવતી સોસાયટી શેરી નં.ર ભાડાની ઓરડીમાં) જાહેરમાં ઉભો છે. તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે.
આ માહિતીના આધારે એસઓજી ટીમ બાતમી વાળા સ્થળે પહોંચી હતી અને આરોપીની ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. એસઓજી ટીમે રૂ.5000ની કિંમતનો તમંચો કબ્જે કરી ડીસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવા અને રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર