સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઆટકોટ કન્યા છાત્રાલય દૂષ્કર્મ પ્રકરણમાં ફરાર ભાજપ આગેવાન થયો હાજર : ધરપકડ...

આટકોટ કન્યા છાત્રાલય દૂષ્કર્મ પ્રકરણમાં ફરાર ભાજપ આગેવાન થયો હાજર : ધરપકડ કરાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ: જસદણ તાલુકાના આટકોટ ખાતે માતુશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ક્ધયા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનાર યુવતી પર ભાજપના બે આગેવાનોએ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટનામાં થોડા સમય પહેલા એક આગેવાન મધુ ટાઢાણીને પોલીસે પકડી પાડયા બાદ સવા મહીના કરતા પણ વધુ સમયથી ફરાર બીજા ભાજપ આગેવાને ગઇકાલે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રદ થવાથી આજે સામેથી આટકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ આટકોટની ક્ધયા છાત્રાલયના ચકચારી પ્રકરણમાં પીડિતા યુુવતીએ દોઢેક મહીના પહેલા રાજકોટ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજી આપી હતી કે તેણે અહીંના પટેલ ક્ધયા છાત્રાલયમાં 2019-20ની સાલમાં એડમીશન લીધું હતું અને ત્યાં જ રહી અભ્યાસ કરતી હતી. આ દરમિયાન હાલના ટ્રસ્ટી એવા ભાજપના આગેવાન અને વીરનગર ગામે રહેતા રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાના પતિ પરેશ રાદડીયા તેમજ ભાજપના આગેવાન એવા પાંચવડા ગામના પુર્વ સરપંચ મધુ ટાઢાણી કે જે પરેશનો મિત્ર હતો, તેણે નજર બગાડી હતી. જેમાં મધુ અને પરેશ અવાર નવાર છાત્રાલયમાં આવતા જતા અને યેનકેન પ્રકારે હેરાન કરતા હતા. 2021ની સાલમાં મધુ અને પરેશે ધાક-ધમકી આપીને કોઇને કોઇ બહાનુ કાઢી તેણીના રૂમમાં આવી છેડતી કરવાની સાથોસાથ શારીરિક અડપલા શરૂ કર્યા હતા. બાદમાં એક દિવસ વારાફરતી બંન્નેએ દુષ્કર્મ ગુર્જાયું હતું અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી બંન્ને અવારનવાર તેના રૂમમાં આવી તેની મરજી વિરૂદ્ધ બળજબરી કરતા હતા. આ દરમિયાન 2023ના જુલાઇ મહિનામાં મધુએ ભાજપના ઉપાઘ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાની કે.ડી.પી.હોસ્પિટલ ખાતે બોલાવીને ત્યાં પણ બળજબરીથી શરીર સંબંધ બાંઘ્યો હતો. જેથી બંન્નેથી કંટાળીને 2024માં તેણી સુરત જતી રહેતા ત્યાં પણ મધુએ આવીને કારમાં બેસાડી દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે તેણીમાં હિંમત આવતા પરિવારના સભ્યોને આપવિતી કહ્યા બાદ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચકચારી દુષ્કર્મકાંડમાં લાંબા સમય સુધી ભાજપ આગેવાન મધુ ટાઢાણી ફરાર રહ્યા બાદ આખરે થોડા સમય પહેલા તેને પોલીસે ઝડપી લીધો હતો. જો કે, સવા માસ કરતા વધુ સમય વીતી જવા છતાં ભાજપ આગેવાન પરેશ રાદડીયાને પોલીસ પકડી શકી નહોતી. આ દરમિયાન તેણે રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી પણ કરી હતી. જે ગઇકાલે ફગાવી દેવામાં આવી હતી. જેથી ફરાર ભાજપ આગેવાન પરેશ રાદડીયા આજે નાટકીય રીતે આજે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઇ જતા વિધિવત ધરપકડ કરીને કાર્યવાહી આગળ ધપાવી હતી. જો કે, સવા મહિના દરમિયાન ફરાર પરેશ ક્યાં ક્યાં રહ્યો એ સવાલના જવાબ આજે અકબંધ રહ્યા હતા. હવે પોલીસ તેને રીમાન્ડ પર લઇને બધા સવાલોના જવાબ મેળવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર