સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમ્યુનિ. કમિશનરએ બદલીનો સાવરણો ફેરવ્યો : વોટર વર્કસ વિભાગના 43 સહિત 53...

મ્યુનિ. કમિશનરએ બદલીનો સાવરણો ફેરવ્યો : વોટર વર્કસ વિભાગના 43 સહિત 53 કર્મચારીઓ અરસપરસ બદલાયા

ઇન્ચાર્જ સિટી ઇજનેર કે,પી. દેથરિયા, નાયબ કાર્યપાલક ઇજનેરો અને અલગ અલગ વિભાગના કર્મચારીઓની જવાબદારીમાં આંતરિક ફેરફાર કરવાનો આદેશ કરતાં કમિશનર દેવાંગ દેસાઇ

(આઝાદ સંદેશ), રાજકોટ: ખાયકીના મુદે બદનામીની ખાઈમાં ખાબકેલી મહાનગરપાલિકાના એક પછી એક ઉચ્ચ અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે. ત્યારે જવાબદારીનો ખાડો પૂરવા મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ બે ઇન્ચાર્જ સિટી ઇજનેરો અને ત્રણ નાયબ કાર્યપાલક ઇજનેરો સહિત 53 કર્મચારીઓની અરસપરસ બદલીના ઓર્ડર કર્યા છે. આમાં 43 કર્મચારીઓ વોટર વર્કસ વિભાગના છે. ઉલ્લેખનિય છે કે વોટર વર્કસ મેનેજમેંટના સિટી ઇજનેર અલ્પના બેન મિત્રાએ રાજીનામું આપ્યા બાદ ફાઇલ પ્રકરણ બહાર આવતા મ્યુનિ. કમિશનરે વોટરવર્કસ વિભાગમાં આંતરિક કામગીરીમાં ફેરફાર કરી સફાઈનો સાવરણો ફેરવ્યો છે.
ગઇકાલે મોડી સાંજે કરાયેલા આ આદેશ મુજબ ઇન્ચાર્જ સિટી ઇજનેર કે.પી. દેથરિયાને વોટર મેનેજમેંટ યુનિટ અને ઈસ્ટઝોનના આજી અને બેડી હસ્તકના વોટર મનેજમેંટ યુનિટ તેમજ ઝોન હસ્તકના પ્રોજેકટની કામગીરી સોપવામાં આવી છે. જ્યારે, નાયબ કાર્યપાલક ઇજનેર એ.એચ. દવેને હાલની કામગીરી ઉપરાંત આજી અને બેડી હસ્તકના ઓપરેશન અને મેઇટેનન્સની કામગીરી સોપવામાં આવી છે. આ ઉપરાંત વોટરવર્કસ વિભાગના એ.ઇ..એ.એ.ઇ., વર્ક આસિસ્ટન્ટ, નાયબ કાર્યપાલક ઇજનેરો, સહિત 43 કર્મચારીઓની જવાબદારીમાં આંતરિક ફેરફાર કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ બાંધકામ શાખાના 3 નાયબ કાર્યપાલક ઈજનેરોની બદલી કરી છે જેમાં વોર્ડ નંબર 14ના નાયબ કાર્યપાલક ઇજનેર ( સિવિલ) વી.સી. રાજદેવને વોર્ડ નંબર 10માં મુકાયા છે. જ્યારે વોર્ડ નંબર 10ના એમ.બી. ગાવીતને વોર્ડ નંબર 7માં મુકાયા છે. આવીજ રીતે વોર્ડ નંબર 7ના વી.પી. પટેલીયાને વોર્ડ નંબર 14માં મુકાયા છે. જ્યારે છછકના ડે.જનરલ મેનેજર એ.આર. લાલચેતા. ટ્રાફિક ટ્રાન્સપોર્ટના આનંદરાજ સોલંકી, ષક્ષીળિ સેલ અને અમૃતની કામગીરી સભાળતા હિરેન ટોળીયાને વોર્ડ નંબર 4ના વોર્ડ ઇજનેર તરીકે મુકાયા છે. ઈડીપી હસ્તકની ૠઈંજની કામગીરી કરતાં મિલાપ ભાલાણીને વોટર મેનેજમેંટ યુનિટની કામગીરી સોપવામાં આવી છે. આસિસ્ટન્ટ ઇજનેર (મિકેનિકલ) એમ.એમ. ચૌહાણને શૈલેષ રાવરાણી હસ્તકની છછકની કામગીરી સોપવામાં આવી છે. જયારે શૈલેષ રવરાણીને એ.એમ, ચૌહાણ હસ્તકની કામગીરી સોપવામાં આવી છે. લ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર