સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં અભ્યાસ કરતી દિવ્યાંગ સગીરા ઉપર સગાબાપનું દૂષ્કર્મ

રાજકોટમાં અભ્યાસ કરતી દિવ્યાંગ સગીરા ઉપર સગાબાપનું દૂષ્કર્મ

મૂળ ચોટીલાની વતની કિશોરી જ્યારે રજાઓમાં ઘરે જતી ત્યારે તેના પિતા હવસ સંતોષતા : ચાર વર્ષથી સગી દીકરીનો દેહ પિંખતા નરાધમની પોલીસે કરી ધરપકડ

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં અભ્યાસ કરતી મૂળ ચોટીલા પંથકની દિવ્યાંગ સગીરા દ્વારા પોતાના સગા પિતા સામે ચાર વર્ષથી દૂષ્કર્મ આચરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં પોલીસે તેના બાપની ધરપકડ કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કિશોરી જ્યારે પણ રજામાં ઘરે જાય ત્યારે પિતા પોતાની હવસ સંતોષતો હતો.મળતી માહિતી મુજબ, ચોટીલા વિસ્તારમાં સગા બાપે દિવ્યાંગ દીકરી પર દુષ્કર્મ કરતાં દીકરીએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચોટીલા વિસ્તારમાં સગા પિતાએ બોલી કે સાંભળી ન શકતી દિવ્યાંગ સગીર દીકરી પર શારીરિક અડપલા અને દૂષ્કર્મ કર્યું હતું. આથી દીકરીએ તેના પિતા વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. તેમાં સગા પિતાએ શારીરિક અડપલા અને દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી આપી હતી. તે બોલી કે સાંભળી ન શકતી હોવાથી ફરિયાદ નોંધાવવા માટે મિડિયેટર દ્વારા ફરિયાદ નોંધાવી હતી. તજજ્ઞ મિડિયેટર દ્વારા સાંકેતિક ભાષામાં માહિતી આપી હતી.જેમાં દીકરી રાજકોટની શાળાએથી વેકેશનમાં ઘરે આવતા તેનો પિતા શારીરિક અડપલા કરી દૂષ્કર્મ આચરતો હતો.
કિશોરીના જણાવ્યા મુજબ તે ધોરણ 7માં અભ્યાસ કરતી ત્યારથી એટલે કે 2020થી દૂષ્કર્મ આચર્યું હતું. આથી નરાધમ પિતાને ચોટીલા પોલીસ દ્વારા અટકાયત કરી સુરેન્દ્રનગર મહિલા યુનિટ પીઆઈ ટી.બી. હિરાણી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. સગીરાએ દૂષ્કર્મ અંગે અન્ય જિલ્લાની સંસ્થામાં તે અભ્યાસ કરે છે તેના શિક્ષકો સાથે સાંકેતિક ભાષામાં વાત કરી હતી. એટલે અભયાસ કરતી સંસ્થાના શિક્ષકોએ તેની ફરિયાદ અંગે ચોટીલા પોલીસ મથક પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાવવા માટે સુરેન્દ્રનગરથી બહેરા મૂંગાના તજજ્ઞ સાથે રાખી ફરિયાદ નોંધાવાઇ હતી. આ બનાવમાં ભોગ બનનાર દીકરીને પરિવારના સભ્યોમાં નાની બહેન અને માતા છે. જ્યારે પિતાનો વ્યવસાય મજૂરી કામ છે. ગુનાહિત ઇતિહાસ નથી. માનસિક વિકૃતિના કારણે આ કર્યાનું પ્રાથમિક તારણના આધારે તપાસ હાથ ધરાઇ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર