સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઘાતક હથિયારથી હુમલો કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

ઘાતક હથિયારથી હુમલો કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

(આઝાદ સંદેશ), રાજકોટ : આ કેસની વિગત એવી છે કે આ કામના આરોપીઓએ તા.7/12/04ના કલાક 22:30 વાગ્યાના અરસામાં આ કામના ફરીયાદીને કહેલ કે તમે અમારો દારૂ પકડાવેલ છે તેમ કહી આરોપી નં. 1 જીલુભાઇ નાગભાઇ ખાચરે ધારીયુ તથા આરોપી નં. 2 અનકભાઇ ખાચરે લાકડી અને આરોપી નં. 3 અને 4 એ ધારીયા વતી આ કામના ફરીયાદીને માર મારી ફ્રેકચર કરી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી આ કામના આરોપીઓ વિરૂદ્ધ આઇ.પી.સી.ની કલમ-325,188, વિગેરેની કલમોનો ગુનો તાલુકા પોલિસ સ્ટેશનમાં નોંધેલ ત્યારબાદ આ કામના આરોપીઓ વીરૂદ્ધ 19મા એડી. ચીફ જયુ. મેજી. સાહેબ સમક્ષ ચાર્જશીટ રજૂ કરેલ અને જેના ફોજદારી કેસ નં. 1042/2005 હોય, જે સદર હું ફોજદારી કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફેના એડવોકેટ અજય એચ. દાવડા દ્વારા વિસ્તારપૂર્વકની દલીલો કરેલ હતી.
જે સમગ્ર દલીલો ધ્યાને લેતા રાજકોટના 19મા એડી. ચીફ જયુ. મેજી. સાહેબે આ કામના તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ હતો. સદર હું કામે આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ અજય એચ. દાવડા, મીત આઈ. સોમૈયા, યશ એન. ચોલેરા, રોહિણી એ. વ્યાસ, હિમાંશુ એચ. પોપટ, જીગર પી. દત્તાણી તેમજ લીગલ આસિસ્ટન્ટ તરીકે અમિત એચ. દાવડા રોકાયેલ હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર