સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટદુંદાળાદેવની પ્રતિમાને ખુબ સુંદર શણગાર કરી અહીં બહેનો મેળવે છે રોજગારી

દુંદાળાદેવની પ્રતિમાને ખુબ સુંદર શણગાર કરી અહીં બહેનો મેળવે છે રોજગારી

રાજકોટનો બગથરિયા પરિવાર બહેનોને રોજગારી આપવામાં નિમિત્ત બને છે : દર વર્ષે તેઓ ખુબ જ સુંદર પ્રતિમાનું વેચાણ કરે છે

6 ઇંચથી માંડીને 2 ફુટ સુધીની ઇકોફ્રેન્ડલી મુર્તિ અલગ અલગ થીમમાં ઉપલબ્ધ છે : બાલગણેશા, લાલબાગ કા રાજા, તિરૂપતિ બાલાજી સ્વરૂપ ઉપરાંત ડમરૂ, શહેનાઇ, ઢોલ, બાંસુરી સહીતની થીમવાળા પ્રતિમાઓ ઉપલબ્ધ છે : દર વર્ષે વધુમાં વધુ બહેનોને રોજગારી મળી રહે તે અમારો ઘ્યેય : રોહીતભાઇ બગથરીયા

(આઝાદ સંદેશ),રાજકોટ : આવતીકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શહેર આખું દુંદાળાદેવની ભક્તિમાં લીન થશે. બજારમાં પણ અવનવી આકર્ષક ગણપતિ બાપાની પ્રતિમાઓ આવી છે. લોકો પણ અવનવી મુર્તિઓની ખરીદી કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એવો પરિવાર છે જે ગણપતિ બાપાની મુર્તિઓનું તો વેચાણ કરે જ છે તેની સાથે સાથે બહેનોને રોજગારી પણ આપે છે. શહેરના નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા બગથરિયા પરિવાર કે જે ખુબ જ સુંદર દુંદાળાદેવની પ્રતિમાનું વેચાણ છેલ્લા ધણા વર્ષોથી કરે છે અને સાથે સાથે બહેનોને રોજગારી આપવામાં પણ નિમીત્ત બને છે. બગથરિયા પરિવારના તમામ સભ્યો આ કાર્ય સાથે જોડાયેલા છે. મંજુલાબેન બગથરિયા તેમના પુત્ર રોહીતભાઇ, પુત્રવધુ ખુશ્બુબેન અને પૌત્ર સાહીલ ચાર-પાંચ મહિના પુર્વે જ ગણપતિ દાદાની પ્રતિમા ખરીદવાથી લઇને તેના શણગાર સુધીની તમામ તૈયારીઓ આરંભી દે છે.
મુર્તિ અંગેની માહિતી આપતા સાહીલભાઇ બગથરિયાએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં 6 ઇંચથી લઇને 2 ફુટ સુધીની ઇકો ફ્રેન્ડલી મુર્તિ છે. જે માત્ર 15 કે 20 મીનીટમાં જ પાણીમાં આંગળી જાય છે અને તે પાણી તુલસી ક્યારાને પણ પીવડાવી શકીએ છીએ. અમારે ત્યાં રૂા.150થી લઇને નવ થી સાડા નવ હજાર સુધીની મુર્તિ મળે છે. અમારે ત્યાં દર વર્ષે નવી નવી થીમની મુર્તિઓ ઉપલબ્ધ હોય છે. આ વર્ષે ડમરૂવાળી, મુષકવાળી, બાંસુરીવાળી, ઢોલકવાળી, મહાદેવ સાથે, મોરવાળી જેવી અલગ અલગ ખુબ જ સુંદર પ્રતિમાઓ મળી રહી છે. આમ તો સામાન્ય રીતે અમારે ત્યાંથી ઘરે સ્થાપન કરવા માટે લોકો મુર્તિઓ લઇ જાઇ છે. ઉપરાંત ફ્લેટ ધારકો, સોસાયટીવાળા, પંડાલમાં સ્થાપન કરવા માટે વિવિધ સંસ્થાના આયોજકો ઓફીસે રાખી શકાય તેવી મુર્તિઓ લોકો ખરીદીને લઇ જાઇ છે. બાળકો માટે સ્પેશ્યલ બાલગણેશા આવ્યા છે તેની ખરીદી બાળકો પોતે જ કરે છે.
દુંદાળા દેવની પ્રતિમાને ખુબ જ સુંદર શણગાર રચવામાં આવે છે. મુર્તિને સાફો પહેરાવામાં આવે છે. હાર, કુંડળ, બાજુબંધ પહેરાવાઇ છે. આ વિશે રોહીતભાઇએ જણાવ્યું હતું કે અમે ચાર પાંચ મહિના પુર્વે મુર્તિની ખરીદી શરૂ કરી દઇએ છીએ પછી અમે મુર્તિ ઘરે લાવીએ છીએ અને અમારા નિવાસ સ્થાને જ મુર્તિને ખુબ સુંદર શણગાર કરીએ છીએ. અમે પરિવારજનો તો આ કાર્યમાં જોડાય જ છીએ પરંતુ બહેનોને રોજગારી મળે તે હેતુથી અમે જરૂરીયાતમંદ બહેનોને પણ કામ આપીએ છીએ. જેમાં પેચવર્ક, મોતીવર્ક કરવું, ઝરીઓ ચોટાડવી, ડાયમંડથી ડેકોરેશન કરવું, નાનું-મોટું તમામ કામ આ બહેનો કરે છે અને ભવિષ્યમાં પણ વધુમાં વધુ બહેનોને રોજગારી મળે આ કાર્યથી તેવો અમારો ઘ્યેય છે. અમે શણગારની તમામ ખરીદીઓ મોતી, પેચ, ડાયમંડ, લેસની ખરીદી અમદાવાદ કે સુરતથી કરીએ છીએ. વધુમાં રોહીતભાઇ કહે છે કે આ વર્ષે વરસાદનું વિઘ્ન હોવા છતાં પણ મુર્તિનું વેચાણ સારૂ કહી શકાય તેવું છે. અમારે મોટાભાગની મુર્તિઓ તો અગાઉથી જ બુક થઇ ગઇ છે. અમારા નિવાસ સ્થાન નંદનવન સોસાયટી બ્લોક નં.98માં પણ તમને અવનવી પ્રતિમાઓ મળી રહેશે અને મારી પત્ની ખુશ્બુએ નાણાવટી ચોક પાસે સ્ટોલ કર્યો છે ત્યાં પણ તમને ખુબ જ સુંદર પ્રતિમાઓ મળી રહેશે. લાલબાગ કા રાજા, તિરૂપતિ બાલાજી સ્વરૂપ, મહાદેવ સ્વરૂપ સહીતની આકર્ષક પ્રતિમાઓ ઉપલબ્ધ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર