સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ ફિઝિયોથેરાપી એસોસીએશન દ્વારા રવિવારે વિવિધ કાર્યક્રમ યોજાશે

રાજકોટ ફિઝિયોથેરાપી એસોસીએશન દ્વારા રવિવારે વિવિધ કાર્યક્રમ યોજાશે

રૂરલ પોલીસ ઓફિસરો માટે વર્કપ્લેસ વેલનેસ પર લેક્ચર યોજાશે : સોશિયલ મીડીયા પર ફિઝિયોથેરાપીનુ મહત્વ દર્શાવતા વીડિયો દ્વારા જાણકારી આપશે : આઝાદ સંદેશની મુલાકાતે આવેલા ફિઝિયોથેરાપિસ્ટોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન વર્લ્ડ ફિઝિયોથેરાપી નિમિતે સમગ્ર લોકોને દર્દ મુક્ત સ્વસ્થ જીવન માટે શુભેચ્છા પાઠવે છે. World Confederation of Physical therapy (WCPT) એક વિશ્વ લેવેલની ઇન્ટરનેશનલ સંસ્થા છે.WCIT આ વર્ષે કમરના દુ:ખાવા થીમ પર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરશે.
રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન જણાવે છે કે કમરના દુ:ખાવા (લો બેક પેન) એ કમરના નીચલા ભાગમાં થતો દુખાવો છે. જેને લંબાર રિજન કહેવામાં આવે છે. આ દુખાવો સામાન્ય છે અને તે દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. તે ખરાબ સ્થિતિમાં બેસવાની આદત, સ્નાયુઓ પર વધુ બોજ, કમરના સાંધામાં તાણ, ડિસ્ક સ્લિપ વગેરે ને કારણે થાય છે. ફિઝિયોથેરાપી કમરના દુખાવાના ઉપચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે દર્દીને ઝડપી પુન: પ્રાપ્તિ અને જીવન ગુણવત્તામાં સુધાર આપે છે.
રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિયેશન જાહેર જનતાને તેમના દર્દ માટે આડ અસર વગરની તથા અસરકારક એવી ફિઝિયોથેરાપી સારવાર લેવાનો આગ્રહ કરે છે. તથા ફિઝિયોથેરાપી સાથે ભળતા નામની અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નોન મેડિકલ લોકોથી સાવધાન રહેવાનું જણાવે છે. લોકો એ રજિસ્ટર્ડ ફિઝિયોથેરાપીસ્ટ પાસેથી જ ફીજીયોથેરાપી સારવાર લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

રાજકોટ શહેરની અંદર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે : 1. જેમાં 8/9 રવિવારના સવારે 1 વાગ્યા સુધી રાજકોટ રૂરલ પોલિસ ઓફિસરો માટે ‘વર્ક પ્લેસ વેલનેસ’ પર સિનિયર ફિઝિયોથેરાપીસ્ટ ડો. પ્રશાંત ઠાકર, ડો. વૈભવી વેદ, ડો.વિરલ ધામેચા દ્વારા લેકચરનું આયોજન કરેલ છે. જેમાં અંદાજિત 150 પોલીસ ઓફિસરો તેમજ એસોસિયેશનના સભ્યો હાજર રેહશે. 2. વિધાર્થી તેમજ ફિઝિયોથેરાપીસ્ટ માટે લો બેક પેન આધારિત ફોટો કોલાજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તથા વિજેતા વિધાર્થીઓ ને પુરસ્કાર આપી સન્માનિત કરાશે. 3. તા 8 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિયેશનના ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર વિવિધ દુખાવામાં ફિઝિયોથેરાપી નું મહત્વ દર્શાવતા વિડિયો દ્વારા અવેરનેસ કરવામાં આવશે. તેમ આઝાદ સંદેશની મુલાકાતે આવેલા ડો.વૈભવી વેદ, ડો.મનીષ પાઠક, ડો.ચિરાગ સોલંકી અને ડો.ચંદ્રેશ ખેરડીયાએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર