સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટની ભાગોળે આવેલા તમામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારને ચડ્ડી-બનિયાનધારી ગેંગે ઘમરોળી નાખ્યા

રાજકોટની ભાગોળે આવેલા તમામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારને ચડ્ડી-બનિયાનધારી ગેંગે ઘમરોળી નાખ્યા

વિરવા,માખાવડ,લોધિકા અને મેટોડાના અનેક કારખાનાઓમાં લાખોની મત્તાનો હાથફેરો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરમાં આતંક મચાવ્યા બાદ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ હવે ગ્રામ્ય વિસ્તારને નિશાન બનાવ્યું છે. રાજકોટના આસપાસના મેટોડા, લોધિકા અને છાપરા ઔદ્યોગિક વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચડ્ડી બનિયાનધારી ટોળકી આતંક મચાવી રહી છે. મેટોડાના અલગ અલગ ચારથી વધુ કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યા બાદ માખાવડ તેમજ વિરવા ઈન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ છ થી વધુ કારખાનાઓને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ગઈ હતી. ઉપરાંત દેવગામ છાપરા ઔદ્યોગિક વિસ્તારમાં પણ ચાર જેટલા કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી આતંક મચાવતી આ ચડ્ડી બનિયાનધારી ટોળકીના ત્રાસથી રાજકોટ આસપાસના ઔદ્યોગિક વિસ્તારનાં ઉદ્યોગપતિઓ ચિંતામાં મુકાઈ ગયા છે અને આ મામલે પોલીસને તાત્કાલીક કાર્યવાહી કરવા રજુઆત કરી છે. જેને લઈ છેલ્લા ચાર દિવસથી રાજકોટના મેટોડા, છાપરા અને વિરવા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ત્રાટકેલી આ ચડ્ડી બનિયાનધારી ટોળકી અલગ અલગ સીસીટીવીમાં કેદ થતા રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ અલગ છ ટીમોને ટોળકીને પકડવા માટે કામે લગાવાઈ છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા ચાર દિવસથી આ ટોળકી રાજકોટના ગ્રામ્ય પંથકને ધમરોળી રહી છે. થોડા દિવસ પૂર્વે મેટોડામાં એક સાથે ચાર કારખાનામાં ફાંફાફોડા કરનાર આ ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારબાદ માખાવડ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પણ આ ટોળકીએ દેખા દીધા હતાં અને ત્રણ કારખાનામાં તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત મેટોડા નજીક ખીરસરા પાસે બનેલી નવી ઔદ્યોગિક વસાહત દેવગામ છાપરામાં એક સાથે ચાર કારખાનામાં પણ આ ટોળકીએ તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.
ચાર દિવસથી એક ડઝનથી વધુ કારખાનાને નિશાન બનાવનાર આ ટોળકી વહેલી સવારે ત્રણ થી ચાર વાગ્યાના આસપાસ જ પોતાના કામને અંજામ આપે છે. રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે આ તમામ સ્થળે ચોરી કરનારા આ એક જ ટોળકી કે જેમાં પાંચ સભ્યો અલગ અલગ વિસ્તારોમાં જઈને તાળા તોડી ચોરી કરી રહ્યાં છે. બનાવને પગલે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી આ ટોળકીને ઝડપી લેવા રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી, લોધિકા પોલીસ મેટોડા પોલીસની અલગ અલગ છ ટીમોએ ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર