રવિવાર, સપ્ટેમ્બર 8, 2024

ઈ-પેપર

રવિવાર, સપ્ટેમ્બર 8, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટચેક રીટર્નના 4 કેસમાં ચાંદીના વેપારીને થયેલી સજા માન્ય રાખતી સેસન્સ કોર્ટ

ચેક રીટર્નના 4 કેસમાં ચાંદીના વેપારીને થયેલી સજા માન્ય રાખતી સેસન્સ કોર્ટ

આરોપી વલ્લભભાઈ વેકરીયાને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલતી કોર્ટ

(આઝાદ સંદેશ), રાજકોટ: રાજકોટમાં રણછોડનગરમાં રહેતા ઓસ્કાર ઓર્નામેન્ટના નામે ચાંદીના દાગીનાનો વેપાર કરતા ભાવીન તુલશીભાઈ રામાણીએ રણછોડનગરના ચાંદીના વેપારી અને સ્વાતી સોસાયટી, સત્યસાંઈ હાર્ટ હોસ્પીટલ રોડ ઉપર રહેતા મારૂતી ઓર્નામેન્ટના વલ્લભભાઈ વેકરીયા સામે રાજકોટની અદાલતમાં રૂા. 10 લાખનો ચેક રીર્ટન થવા અંગે અલગ અલગ પાંચ ફોજદારી ફરીયાદો દાખલ કરેલ ફરીયાદી વેપારીએ ચાંદીના લાખો રૂપિયાના દાગીના આરોપીને આપેલ હતા અને તે અંગે આરોપીએ અલગ અલગ રકમના ચેકો સહી કરી આપેલ જે ચેકો વગર વસુલાતે પરત ફરેલ જેથી ફરીયાદીએ અદાલતમાં ફરીયાદો દાખલ કરેલ હતી. જેથી અદાલતે સદરહું ફરીયાદોને રજીસ્ટરે લઈ આરોપી સામે અદાલતમાં હાજર થવા પ્રોસેસ ઈશ્યુ કરી સમન્સ કરવાનો હુકમ કરેલ ત્યારબાદ આરોપીએ એક ચેકની રકમ ભરી આપેલ અને ત્યારબાદ સદરહું બીજા ચાર કેસ ચાલવા ઉપર આવેલ હતો. સદરહું કેસમાં ફરીયાદી દ્વારા જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને સોગંદ ઉપર જુબાની પણ રજુ કરેલ હતી. ત્યારબાદ અદાલત દ્વારા સમગ્ર દસ્તાવેજી પુરાવાઓ અને ફરીયાદ, સોગંદનામાની જુબાનીનું મુલ્યાંકન કરવામાં આવેલ હતું. સદરહું કામમાં ફરીયાદપક્ષ દ્વારા રજુઆત કરવામાં આવેલ કે આરોપી દ્વારા નોટીસનો કોઈ જવાબ આપવામાં આવેલ નથી. પોતાનો કોઈ યોગ્ય બચાવ કરવામાં આવેલ નથી અને અદાલતનો કિંમતી સમય વ્યય કરેલ છે. અને સમાજમાં દિનપ્રતિદિન માલ મેળવી નાણાં ન ચુકવવાના કિસ્સા વધી 2હેલ છે ત્યારે આવા આરોપીને સજા થવી જોઈએ. ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ અને કાયદાકીય બાબતોને ધ્યાને રાખી અદાલત દ્વારા માનવામાં આવેલ કે આર્થીક વ્યવહાર દેશની અર્થવ્યવસ્થા જીવન રેખા સમાન છે અને દાખલારૂપ સજા થાય અને ફરીયાદીને યોગ્ય ન્યાય વળતર મળે તે જરૂરી છે જેથી ચાર કેસોમાં નેગોશ્યેબલ એકટની કલમ -138 ના ગુન્હા સબબ 1 વર્ષ ની સાદી કેદની સજા તથા ચેક મુજબની રકમનું વળતરનો હુકમ કરેલ હતો. જેની સામે આરોપી દ્વારા સેસન્સ અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવેલ જેમાં મુળ ફરીયાદી ઓસ્કાર ઓર્નામેન્ટના વકીલો દ્વારા ધારાદાર રજુઆતો અને દલીલ કરવામાં આવેલ અને નીચેની અદાલત દ્વારા કરવામાં આવેલ સજા યોગ્ય અને દાખલારૂપ છે જેથી નામદાર સેસન્સ જજ દ્વારા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ, કેસના પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં લઈને નીચેની અદાલત દ્વારા કરવામાં આવેલ સજાનો હુકમ માન્ય રાખી અપીલ રદ કરવામાં આવેલ અને આરોપીને તાત્કાલીક કસ્ટડીમાં લઈ રાજકોટ સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવેલ હતો.
આ કામે ઉલ્લેખનીય છે કે સદરહું આરોપી વલ્લભભાઈ વેકરીયાને અનેક ચેક રીટર્નના કેસોમાં સજા થયેલ છે. આ કામમાં ફરીયાદી ઓસ્કાર ઓર્નામેન્ટના ભાવીન તુલશીભાઈ રામાણી વતી યુવા લો એસોસીએટના ધારાશાસ્ત્રી કિરીટ નકુમ, હેમાંસુ પારેખ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, નીધી રાયચુરા, શીતલ રાઠોડ, ડેનીશા રાઠોડ, તથા લો આસીસ્ટન્ટ જીજ્ઞેશ ચૌહાણ સહીતની યુવા ટીમ રોકોલ હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર