બુધવાર, ડિસેમ્બર 4, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ત્રાટકેલી પીજીવીસીએલ વિજીલન્સની ટીમોએ ઇમિટેશનના કારખાનામાં ચાલતી વીજચોરી ઝડપી : 35...

રાજકોટમાં ત્રાટકેલી પીજીવીસીએલ વિજીલન્સની ટીમોએ ઇમિટેશનના કારખાનામાં ચાલતી વીજચોરી ઝડપી : 35 લાખનો દંડ કરાયો

રાજકોટ,મોરબી,બોટાદ અને ભુજ સહિતની જગ્યાઓએ પાડેલા દરોડામાં કુલ રૂ.5.74 કરોડના દંડ ફટકાર્યા : ડાયરેક્ટ લંગરિયા નાખી તેમજ મિટર બાયપાસ કરી વીજ ચોરી આચરતા’તા

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં સ્થાનિક તેમજ ભૂજ, બોટાદ, મોરબી જિલ્લામાં પીજીવીસીએલની વીજીલન્સ ટીમોએ પાણીના પ્લાન્ટ, રિસોર્ટ, ઈમીટેશનની ભઠ્ઠી સહિતના સ્થળોએ દરોડા પાડી ડાયરેક્ટર અને મીટર બાયપાસ કરી વીજચોરી કરતા આસામીઓને ઝડપી કરોડો રૂપિયાના બીલ ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફલાઈ જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય કચેરીના ખખાણા ગામમાં રાઘવભાઈ ભીખાભાઈ થોરિયા નામના કારખાનેદારે ઈમિટેશન ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ માલુમ પડતા રૂ. 35 લાખના અને દડવા હમીરપુર ગામમાં નવઘણ પુંજાભાઈ ઓડેદરાની હોટેલમાં ડાયરેકટ વીજવપરાશ કરતા માલુમ પડતા રૂ. 6 લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે. મોરબીના રાણેકપર ગામમાં ગોવિંદભાઈ મૈયાભાઈના પાણીના પ્લાન્ટમાં ડાયરેક્ટ વીજપોલમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ માલુમ પડતા રૂ. 6.5 લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે.ભુજ વર્તુળ કચેરી હેઠળના ગોરેવળી ગામમાં રાહુલભાઈ કરમણભાઈના રિસોર્ટમાં ડાયરેક્ટ વીજવપરાશ કરતા માલુમ પડતા રૂ. 5.6 લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે.
રાજકોટ શહેરમાં 426 વીજ જોડાણોમાંથી રૂ. 1.63 કરોડના, ભુજમાં 233 વીજ જોડાણોમાંથી રૂ. 0.84 કરોડના અને બોટાદમાં 310 વીજ જોડાણોમાં રૂ. 0.89 કરોડના વીજચોરીના બિલ ફટકારવામાં આવ્યા છે.ગત સપ્તાહે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચેકિંગ કરેલ હતું. જેમાં કુલ 1742 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી રૂ. 5.74 કરોડના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે.ગેરરીતીમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ, લોડ વધારો નિકળતા આસામીઓને તોતિંગ બીલ ફટકારવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર