યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા બાદ તરછોડી અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા’તા
(આઝાદ સંદેશ),રાજકોટ: ભારતીય ટીમના ક્રિકેટરના સાળા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. એક યુવતીએ લગ્નની લાલચ આપી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાનો આરોપ મુક્યો છે. માલવીયાનગર પોલીસે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે 2014માં તેને ફેસબુક ઉપર જીતે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જે તેણે એક્સેપ્ટ કરતા મિત્રો બન્યા હતા. બંન્ને એકબીજા સાથે વાતચીત કરતા હતા. જે વખતે મિત્રો બન્યા ત્યારે બંન્ને અભ્યાસ કરતા હતા. ધીરેધીરે બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તે ઉંમર લાયક થતા જીતે કહ્યું કે તું મને પસંદ છો, મારે તારી સાથે લગ્ન કરવા છે. ત્યાર પછી તેના પરિવાર સાથે 2011માં મુલાકાત પણ કરાવી હતી. એટલું જ નહીં તેના પરિવારની સાથે તેને દુબઇ પણ ફરવા લઇ ગયો હતો. જ્યાં એક અઠવાડીયા સુધી રોકાયા હતા. 2011માં તે જીતના ઘરે ગઇ હતી. ત્યારે તેણે લગ્ન કરવા જ તેમ કહી શારીરિક સંબંધની માંગણી કરી હતી. તેણે ઇન્કાર કરતા બળજબરી કરી શારીરિક સંબંબ બાંઘ્યો હતો. આ વાત તેણે તે વખતે કોઇને કહી ન હતી. એટલું જ નહીં જીતે પણ તેને આ વાત કોઇને કહીશ તો તને બદનામ કરી દઇશ તેવી ધમકી આપી હતી. જેને કારણે ગભરાઇ જતા કોઇને આ વાત કરી ન હતી. 2022ની સાલમાં જીત તેને એક હોેટલમાં લઇ ગયો હતો. જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધવા બળજબરી કરી હતી પરંતુ તેણે વિરોધ કરતા છોડી દીધી હતી. એક વખત ઘરે આવી તેના પરિવારના સભ્યોની ગેરહાજરીમાં બળજબરીથી શરીર સંબંધ બાંઘ્યો હતો. તે વખતે ફરીથી જો આ વાત કોઇને હીશ તો બદનામ કરી દઇશ તેવી ધમકી આપી હતી. થોડા દિવસો બાદ તેના પરિવારના સભ્યો ફરીથી બહારગામ જતા ફરીથી બળજબરીથી શરીર સંબંધ બાંઘ્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ યુવતીએ પોલીસને જણાવ્યું કે જીત તેના ઘરે જ્યારે પણ મહેમાન આવે ત્યારે તેને બોલાવતો, રાત્રે ગમે ત્યારે કોલ કરતો, જે તેને ગમતું ન હતું. આ કારણથી બંન્ને વચ્ચે બનતું નહીં બાદમાં જીત પાબારીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ રીતે તેને લગ્નની લાલચ આપી, બદનામ કરવાની ધમકી આપી, બળજબરી કરી એકથી વધુ વખત શરીર સંબંધ બાંઘ્યો હતો.