દર શનિવારે તથા દર બુધવારે રાહતદરે વેક્સિનેશન અપાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા સભ્યોએ આપી માહિતી
(આઝાદ સંદેશ),રાજકોટ : જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, ટ્રસ્ટ સંચાલિત મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, અત્યાધુનિક 24 કલાક 365 દિવસ કાર્યરત હોસ્પિટલ છે. હોસ્પિટલના ચેરમેન શૈલેષભાઇ પાબારી, મેનેજીંગ ટ્રસ્ટી કેતનભાઈ પાવાગઢી, તથા સર્વ ટ્રસ્ટી મંડળ ની સંયુક્ત યાદી જણાવે છે કે, WHOના ડેટા પ્રમાણે વિશ્ર્વમાં સૌથી વધુ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર વ્યાપ છે અને બીજા નંબરમાં સર્વાઈકલ કેન્સર વ્યાપ છે અને આ કેન્સર ભારતની અંદર વધુ જોવા મળે છે જેને ગર્ભાશયના મુખનું કેન્સર તરીકે અથવા HPV (હ્યુમન પોપિલોમા વાઇરસ) કેન્સર તરીકે ઓળખાય છે વધુમાં જણાવવાનું કે આ એક માત્ર કેન્સર છે જેની વેક્સીન ઉપલબ્ધ છે અને જો આ વેક્સિન સમયસર લેવામાં આવે તો આ કેન્સર થી 95% સુધી બચી શકાય છે અને આ વેક્સીન વિશેની એક સામાન્યતર માન્યતા છે કે આ કેન્સર ફક્ત સ્ત્રી ઓમાં જોવા મળે છે પણ આ કેન્સર પુરુષોમાં પણ જોવા મળે છે અને આ વેક્સીન બન્નેએ લેવી જોઈએ.
આ વેક્સીન 9 વર્ષથી લઇને 30 વર્ષ સુધીના તમામ બાળકો અને પુખ્તોએ એટલે કે, 9 વર્ષ થી 14 વર્ષ સુધીના બાળકોને 2 ડોઝ અને 14 વર્ષથી ઉપરના પુખ્તો ને 3 ડોઝ લેવાના હોય છે ઉપરોક્ત ઉંમર ધરાવતા તમામ વ્યક્તિ સમયસર વેક્સીન લઇ લે તો વધુ કારગર અને અસર કારક નીવડે છે. આ વેક્સીનથી કોઈ આડઅસર થતી નથી.
આ વેક્સિન જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલમાં દર બુધવારે અને શનિવારે સમય: સાંજે 04:00 વાગ્યાથી 06:00 વાગ્યા સુધી આપવામાં આવશે. આ વેક્સિનેશન આપ્યા બાદ લાભાર્થીને ઇન્ટરનેશનલી વેલીડ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
આ વેક્સીનની બજાર કિંમત અંદાજિત લગાડવાના ખર્ચ સહીત રૂ.2500 થાય છે જેમાં જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા રૂ.1000ની સબસીડી આપવામાં આવે છે અને ડોનરોના સહયોગ થી રૂ.500/- ની સબસીડી મળે છે એટલે લાભાર્થીને ફક્ત રૂ.1000/-માં 1 ડોઝ આપવામાં આવશે.
હાલ આ કેન્સર મુક્તિ અભિયાનમાં ડોનર દ્વારા આર્થિક સહયોગ ઉપલબ્ધ થયેલ છે આ અભિયાન માં સહયોગી ડોનર રોલેક્સ બેરિંગ લિમિટેડ રાજકોટ તથા સ્વ. અમૃતલાલ રવાણી હસ્તે ઇન્દીરાબેન અમૃતલાલ રવાણી તરફથી ડોનેશન આપવામાં આવે છે. વેકસીનને લગતી તમામ માહિતી માટે રૂબરૂ અથવા ફોનથી એપોઇમેન્ટ માટે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, પંચવટી મેઈન રોડ, શ્રીનાથજી ટાવર પાછળ, અમીન માર્ગ, રાજકોટ-2, મોબાઈલ નં:- 88667 77387, સમય :- સવારે 10 થી 1 અને સાંજે 4 થી 7 ખાતે સંપર્ક કરવો તેમ આઝાદ સંદેશની મુલાકાતે આવેલ કેતનભાઈ સી.પાવાગઢી, મયંકભાઇ પાઉં, કિરીટભાઈ પાંધી, કુલદીપભાઈ ખીમસુરિયા, પ્રવિણભાઇ જારીયા, બલભદ્રસિંહ જાડેજા, ધવલભાઈ કુબાવતે જણાવ્યું હતું.