બુધવાર, ડિસેમ્બર 4, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅવધ રોડ ઉપર તબીબના ફ્લેટમાંથી રૂ.6.60 લાખની ચોરી

અવધ રોડ ઉપર તબીબના ફ્લેટમાંથી રૂ.6.60 લાખની ચોરી

જામનગર રોડ ઉપર રહેતાં દીપભારથી ગોસાઇ (ઉ.વ.28)ની હોસ્પિટલમાં અગાઉ કામ કરી ચુકેલા શખસ સહિત ત્રણની કરાઇ ધરપકડ

(આઝાદ સંદેશ),રાજકોટ: અવધ રોડ પર ડેકોરા હેબીટેટ નામના બિલ્ડીંગમાં આવેલ તબીબના ફ્લેટમાંથી બે શખસો હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા રૂા.6.60 લાખની કિંમતના મશીનની ચોરી કરી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.
મળતી માહિતી મુજબ જામનગર રોડ પરની નંદનવન સોસાયટીમાં રહેતા દિપભારથી ભુપતભારથી ગોસાઇ (ઉ.28) સાધુવાસવાણી રોડ પર આવેલ શાંતિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં એડમીનીસ્ટ્રેટર તરીકે ફરજ બજાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.31 ઓક્ટોબરના રોજ રાત્રે તેને જાણવા મળ્યું કે, ડો.નીરલ મહેતાના ફ્લેટમાં બે શખસો તેના નામથી 8 ઓટો કોન્સનટ્રેટર મશીન અને એક બાયપેપ મશીન લઇ ગયા છે. જેથી તેને ડો.મહેતાએ આ મશીન લેવા બે શખસોને મોકલ્યાનું લાગ્યું હતું. તે વખતે ડો.મહેતા અમેરીકા હતા ત્યાંથી પરત આવતા પુછયું હતું કે તમે કોઇને હોસ્5િટલમાં સામાન લેવા અમારા ફ્લેટ ખાતે મોકલ્યા હતા. જેથી તેમણે ના પાડતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંન્ને શખસોએ કોઇ ચાવી વડે તાળુ ખોલી આ ચોરી કરી છે. જેથી ગઇકાલે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરી ચોરીમાં સંડોવાયેલા વિશાલ ઉર્ફે અર્જુન વાલજી વાઘેલા (ઉ.21), કરણ ધીરૂ વાળા ઉ.22) અને સંજય ભીખા પરમાર (ઉ.32)ને ઝડપી લીધા હતા. ત્રણેય આારોપીઓ પાસેથી પોલીસે ચોરીનો તમામ મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે વિશાલ અગાઉ ડો.મહેતાની હોસ્પિટલમાં કામ કરતો હતો. તેણે મિત્ર કરણ સાથે મળી ચોરી કરી હતી. ચોરીનો સામાન સંજયે ખરીદ કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર