રવિવાર, સપ્ટેમ્બર 8, 2024

ઈ-પેપર

રવિવાર, સપ્ટેમ્બર 8, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના લોકમેળામાં લોકોની સલામતિને ધ્યાનમાં રાખી એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ : સ્ટોલ વચ્ચે જગ્યા...

રાજકોટના લોકમેળામાં લોકોની સલામતિને ધ્યાનમાં રાખી એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ : સ્ટોલ વચ્ચે જગ્યા રખાશે

લોકમેળાની આડે હવે એક મહિનો પણ બાકી નથી ત્યારે મેળાના લેઆઉટ પ્લાન, નકશાને આખરી ઓપ આપવા કલેકટરની કવાયત : પ્લાનમાં પાંચ વખત સુધારો કરાયો

આજે લોકમેળાના ફોર્મ લેવાની અને ભરીને પરત આપવા માટેનો છેલ્લો દિવસ, હજુ સુધી યાંત્રિક રાઇડસના એકપણ ધંધાર્થીઓએ ફોર્મ ન ભરતાં તંત્ર અવઢવમાં

(આઝાદ સંદેશ), રાજકોટ : દર વર્ષે રાજકોટમાં યોજાતાં લોકમેળામાં વિવિધ ધંધાર્થીઓ દ્વારા સ્ટોલ ભાડે રાખવા માટે જરૂરી ફોર્મ ભરતા હોય છે. આ વખતે રાજકોટના ટીઆરપી ગેમઝોન કાંડ બાદ વહિવટી તંત્ર સલામતિના મુદ્દે કોઇ બાંધછોડ કરવા માંગતું નથી. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ રૂ. 50ના સ્ટેમ્પ પેપર ઉપર જરૂરી વિગતો સાથેના સોગંદનામા પણ પ્રથમ વખત માંગવામાં આવ્યા છે તેમાં તમામ જવાબદારી સ્ટોલધારકો ઉપરની રાખવામાં આવી છે. જો કે, ફાયરના સાધનો, વીમો વગેરેને પ્રાયોરિટી અપાઇ છે. લોકમેળામાં 30% સ્ટોલ ઘટાડ્યા બાદ કલેકટર દ્વારા મેળાના ફાઇનલ પ્લાનને એપ્રુવલ કરતાં પૂર્વે પાંચથી છ વખત ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત યાંત્રિક રાઇડસના પ્લોટ વચ્ચે લોકોની અવર-જવર માટે જગ્યા રાખવા બાબતે નકશામાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને તાકીદ કરી હતી. વોચ ટાવર ઉપરથી ડ્રોન દ્વારા બાજ નજર રખાશે. સિકયુરિટીને પ્રાયોરિટી અપાઇ છે. દરેક એન્ટ્રી ગેઇટ ઉપર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. લોકમેળામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત, સિકયુરિટી ગાર્ડ તૈનાત કરાશે. ફાયર ફાઇટર પણ સ્થળ ઉપર દર વખતની જેમ રખાશે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, લોકમેળામાં દિવસે ગ્રામ્ય પ્રજા મેળો માણવા આવે છે અને રાત્રિના શહેરીજનો ઉમટી પડે છે. લોકમેળામાં કુલ 6 એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ રાખવામાં આવશે. જેમાં ફનવર્લ્ડ અને પોલીસ હેડ કવાટર્સ (એરપોર્ટ તરફનો રોડ) સ્ટેજ પાસેથી મહિલા પોલીસ સ્ટેશન સામેથી એન્ટ્રી અપાશે. ગ્રાઉન્ડની ફરતે ઇમરજન્સી એક્ઝિટ રૂટનો બેલ્ટ ખુલ્લો રાખવામાં આવશે. એમ્બ્યુલન્સ (108) સ્ટેન્ડ બાય રહેશે. મહાપાલિકા, પીજીવીસીએલ, પોલીસ, માર્ગ અને મકાન તેમજ કલેકટર કચેરીના ક્ધટ્રોલરૂમ ‘રાઉન્ડ ધ કલોક’ કાર્યરત રહેશે. સ્ટોલની વચ્ચે અવર-જવર માટે જગ્યા રખાશે. પાથરણાવાળાને તેમજ ગેરકાયદે કેબિન, ગલ્લા, રેંકડી મુકી દેવાશે તો જગ્યા રોકાણ વિભાગ કબજે લઇ લેશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર