શુક્રવાર, ઓક્ટોબર 31, 2025

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 31, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયમુંબઈમાં મેરિટાઇમ લીડર્સ કોંકલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કંડલા પોર્ટની સિદ્ધિની પ્રશંસા

મુંબઈમાં મેરિટાઇમ લીડર્સ કોંકલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કંડલા પોર્ટની સિદ્ધિની પ્રશંસા

મુંબઈમાં મેરિટાઇમ લીડર્સ કોંકલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કંડલા પોર્ટની સિદ્ધિની પ્રશંસા

કંડલા પોર્ટ બન્યું દેશનું પ્રથમ બંદર, જ્યાં મેગાવોટ સ્કેલ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા સ્થાપિત PM મોદીની પ્રશંસા

મહારાષ્ટ્રના મુંબઈમાં યોજાયેલા ઈન્ડિયા મેરિટાઇમ વીક 2025 દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેરિટાઇમ લીડર્સ કોંકલેવને સંબોધિત કરી અને ગ્લોબલ મેરિટાઇમ CEO ફોરમની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ ગુજરાતના કંડલા પોર્ટની નોંધપાત્ર સિદ્ધિ માટે પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પ્રથમ વખત કોઈ ભારતીય બંદરે મેગાવોટ-સ્કેલ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા સ્થાપિત કરી છે અને તે ગૌરવ કંડલા પોર્ટને મળ્યું છે.”

ઉલ્લેખનીય છે કે કચ્છમાં 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાંથી પ્રથમ તબક્કામાં 1 મેગાવોટનો પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત થયો છે. ખૂબ ટૂંકા સમયમાં કંડલા પોર્ટે દેશના પ્રથમ મેક-ઈન-ઈન્ડિયા આધારિત 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરીને ભારતના બંદર ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરી છે.

વડાપ્રધાનશ્રીએ અગાઉ પણ ટ્વિટ દ્વારા ડીપીએ (દીનદયાળ પોર્ટ ઓથોરિટી)ની આ પહેલની પ્રશંસા કરી હતી, અને જણાવ્યું હતું કે, “આ એક પ્રશંસનીય પગલું છે, જે ટકાઉ વિકાસને મજબૂત બનાવે છે અને ભારતના નેટ ઝીરો લક્ષ્યને આગળ ધપાવે છે.”

કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણલક્ષી વિકાસ તરફ ભારતના મિશનમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પહેલ ભારત સરકારના કોઈ બંદર દ્વારા હાથ ધરાયેલી પ્રથમ એવી પહેલ છે, જે દરિયાઈ ક્ષેત્રમાં પરિવર્તનના નવા પાયાનું નિર્માણ કરે છે.આ આત્મનિર્ભર ભારતનું જીવંત પ્રતીક છે.

દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાની આ સિદ્ધિ માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ કંડલા પોર્ટ સતત નવી સિદ્ધિઓની દિશામાં આગળ વધી રહ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર