શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છઉપલેટાના કેરાળા ગામે ખેતરના રસ્તે ચાલવા મામલે ખેડૂત બંધુ પર સેઢા પડોશી...

ઉપલેટાના કેરાળા ગામે ખેતરના રસ્તે ચાલવા મામલે ખેડૂત બંધુ પર સેઢા પડોશી પિતરાઈનો હુમલો : ફરિયાદ

અશ્વીન વામરોટીયા અને તેના ભાઈ રાયદેને દિપક વામરોટીયાએ ધોકા મારી પથ્થર ઝીંકતા ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા : ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

(આઝાદ સંદેશ), રાજકોટ : ઉપલેટાના કેરાળા ગામમાં ખેતરના રસ્તે ચાલવા મામલે ખેડૂત બંધુ પર સેઢા પડોશી પિતરાઈ ભાઈએ લાકડી અને પથ્થરથી હુમલો કરતાં બંને ભાઈઓને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, કેરાળા ગામે રહેતાં અશ્વીનભાઈ ખીમાભાઇ વામરોટીયા (ઉ.વ.30) એ ભાયાવદર પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિપક હાજા વામરોટિયા (રહે. કેરાળા, ઉપલેટા) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને કેરાળા ગામની સીમમાં નવ વિઘા ખેતીની જમીન આવેલ છે. ગઈકાલે સવારના સાડા અગીયારેક વાગ્યે તેઓ તેના મોટાભાઈ રાયદેભાઇ સાથે વાડીએ ગયેલ અને ઢોરને નીરણ પુળો કરતા હતાં ત્યારે વાડીએ સહીયારી જગ્યામાં ઢાળીયુ આવેલ છે ત્યાં તેમના કાકાનો દિકરો દિપક વામરોટીયા હાથમાં લાકડી લઇ ઘસી આવેલ અને ગાળો આપી કહેલ કે, તમને કેટલી વાર ના પાડી છે કે તમે અમારા ખેતરમાં જે રસ્તો છે તેમા ચાલતા નહી તેમ છતા આજે ફરીવાર ત્યાંથી આવ્યા તેમ કહી તેના હાથમા રહેલ લાકડીના વારા ફરતી બે ઘા ઝીંકી દિધા હતાં.
દરમિયાન તેઓએ દેકારો કરતાં નજીકમાં રહેલ તેમના ભાઈ દોડીને આવેલ અને દિપકને રોકવા કરેલ તો તેમને પણ લાકડીના બે ઘા ઝીંકી દિધા હતાં. જે બાદ જે બાદ ફરિયાદીના ભાઈએ આરોપીના હાથમાં રહેલ લાકડી ખેંચી લીધેલ તો આ તેને બાજુમાં રહેલ પથ્થર ઉપાડી છુટા ઘા કરવા લાગતા એક પથ્થર તેઓને માથામાં લાગી ગયેલ હતો. બાદમાં આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં બંને ઈજાગ્રસ્ત ભાઈઓ બાઈકમાં સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દોડી ગયાં હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર