નાફેડનાં ગોડાઉનમાં અગાઉ સર્વેયર તરીકે કામ કરનાર જયદેવ અપારનાથી સામે 11 લાખના જથ્થાની ચોરીની ફરિયાદ
(આઝાદ સંદેશ), ધોરાજીના મોટી વાવડીમાંથી નાફેડની રૂ.11 લાખની ચોરેલ જણસીની જથ્થો ઝડપાયો હતો. અમદાવાદથી આવેલ ટીમે તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો. અગાઉ સર્વેયર તરીકે કામ કરતો જયદીપ અપરનાથીએ મકાનમાં સંતાડી રાખેલ ચણા, રાયડા અને તુવેરનો મોટો જથ્થો શોધી કાઢી ફરીયાદ નોંધાવતા ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતાં દિવ્યેશભાઇ પ્રવિણભાઇ ઠુંમર (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં શકદાર તરીકે જયદેવ રમેશ અપરનાથીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ નાફેડ કંપનીમાં સીનીયર ફિલ્ડ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. નાફેડ અલગ અલગ રાજ્યમાંથી ખેડુતો પાસેથી ટેકાના ભાવે અલગ અલગ જણસી ખરીદી તે ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન તથા સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશન ગોડાઉનમાં ખેડુતો પાસેથી લીધેલી જણસી (ખેત પેદાશ) સ્ટોરેજ કરી તેની ઓનલાઇન હરાજીથી સ્ટોરેજ કરેલ માલને વેચવામાં આવે છે. ગઇ તા.24/9ના નાફેડની અમદાવાદ ઓફિસથી લેટ2 મળેલ કે, રાજકોટમાં તુવેર તથા રાયડો અનઓથોરાઇઝ રીતે પડેલ તેમની હકિકત તપાસવાની વિગત લખેલ હતી. ગઇ તા.23 ના ઓફિસના એક્ઝીક્યુટીવ સુશીલ રાવતને તે બાબતે જાણ થયેલ જેથી તે બાબતે તપાસ કરતાં જાણવા મળેલ કે, ધોરાજીના મોટી વાવડી ગામે ગોકળભાઇ વિઠ્ઠઠલદાસ મણવરના મકાનમાં અનઓથોરાઇઝ રીતે નાફેડની જણસીનો જથ્થો પડેલ છે.
જે તા.24ના રોજ મામલતદાર ધોરાજીની ટીમ દ્વારા વેરીફાઇ કરતા તે જથ્થો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લીમીટેડનો નહીં હોવાનુ સ્પષ્ટ થયેલ છે. તેમજ તેમાં લાગેલ ટેગ પરથી જથ્થો નાફેડનો હોવાનુ જાણવા મળેલ છે. જે બાબતે ફરીયાદી તેમજ અન્ય અધિકારી તા. 24 ના ધોરાજીના મોટી વાવડી ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ગોકળભાઇ વિઠ્ઠલદાસ મણવરના મકાને આવેલ અને જોયેલ તો તેના મકાનમાં ચણા, રાયડા તથા તુવેર ભરેલ શણની બોરીઓ પડેલ હતી. જેમાંથી અમુક બોરીઓ ઉપર નાફેડની ટેગ અને ક્યુઆર કોડ લગાડેલ હોય અને શણના અમુક કોથળા ઉપર અંબિકા મેન્યુફેક્ચરેડ લખેલ હતું. નાફેડની જણસી જે કોથળામાં ભરવામાં આવતી હોય તેવા કોથળામાં જ જણસી ભરવામાં આવતી હોય જેથી તે નાફેડની જ જણસી હોવાનું સામે આવ્યું હતું. તે જગ્યાએ આશરે 236 ચણાની બોરીઓ, 90 રાયડાની બોરીઓ, 25 તુવેરની બોરીઓ પડેલ હતી. 01 બોરીમાં આશરે 50 કિલો ગ્રામ જણસી ભરેલ હતી. ત્યાં કોઈ હાજર મળેલ નહીં, જેથી ધોરજી મામલતદારનું રોજકામ તેઓને મોકલતા તેના પરથી જણાય આવેલ કે, આ મુદામાલ જણસી જયદીપ રમેશ અપારનાથીની છે. તેમજ ફરિયાદી જ્યારે નાફેડ તરફથી ફિલ્ડમાં કામ કરતાં ત્યારે જયદીપ અપારનાથી સર્વયર તરીકે કોઈ ખાનગી કંપનીમાં કામ કરતો હતો. જયદીપે તરફથી જણસીનો મુદામાલ લીગલી રીતે મેળવેલ છે.તેવા કોઇ આધાર પુરાવા રજુ કરેલ નથી. બોરીઓમા ટેગ ઉપર બારકોડની નીચે ખંભાળીયા માર્કેટિંગ યાર્ડમાંથી ખરીદ કરેલ ચણા ખરીદ કરેલ હોવાનું અને તે જામખંભાળિયાના તથીયા ગામના ગોડાઉનમાં સ્ટોરેજ કરેલ હતા. જેથી શકદાર જયદીપ અપારનાથીએ મુદામાલની ચોરી કરી તેના હસ્તકના ઉપરોક્ત મકાનમાં રાખેલ હતો.જે જણસીનો મુદામાલ કુલ રૂ.11 લાખનો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી પીઆઈ એલ.આર.ગોહિલ અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.