ગુરુવાર, મે 2, 2024

ઈ-પેપર

ગુરુવાર, મે 2, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસવિશ્વ બજારમાં ભાવમાં મોટી ઉછળકુદ: સોનામાં વિક્રમી ટોચ પર પીછેહટ જોવા મળ્યું

વિશ્વ બજારમાં ભાવમાં મોટી ઉછળકુદ: સોનામાં વિક્રમી ટોચ પર પીછેહટ જોવા મળ્યું

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં ભાવ ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં જો કે ભાવમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. વૈશ્વિક સોનાના ભાવ તૂટયા પછી ફરી ઉછળ્યા હતા. દરમિ.ાન, ઘરઆંગણે ઉંચા મથાળે નવી માગ ધીમી રહી હતી.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૫૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૬૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૪ હજારના મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૮૫થી ૨૩૮૬ વાળા નીચામાં ૨૩૬૧થી ૨૩૬૨ થઈ ભાવ ફરી ઉંચકાઈ ૨૩૮૭થી ૨૩૮૮ ડોલર થઈ ૨૩૮૬થી ૨૩૮૭ ડોલર રહ્યા હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૮.૪૬થી ૨૮.૪૭ ડોલરવાળા નીચામાં ૨૮.૧૩ થયા પછી ફરી વધી ઉંચામાં ૨૮.૬૨ થઈ ૨૮.૫૯થી ૨૮.૬૦ ડોલર રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ આજે વધતા અટકી કિલોના રૂ.૮૪ હજારના મથાળે શાંત હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૩૫૫૦ વાળા રૂ.૭૩૦૩૯ વાળા રૂ.૭૩૧૮૩ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૩૮૦૦ વાળા રૂ.૭૩૩૩૩ થઈ રૂ.૭૩૪૭૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૩૬૦૦ વાળા રૂ.૮૩૩૨૭ રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૪૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૪૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે મોડી સાંજે ૧.૯૬ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૯.૫૪ વાળા નીચામાં ૮૬.૦૯ થઈ ૮૬.૯૫ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૪.૯૦ વાળા ેનીચામાં ૮૧.૫૬ થઈ ૮૨.૪૮ ડોલર રહ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર