શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસશું છે WhatsAppની End-to-End Encryption પોલિસી? જેની માટે કંપની ભારત છોડવા પણ...

શું છે WhatsAppની End-to-End Encryption પોલિસી? જેની માટે કંપની ભારત છોડવા પણ તૈયાર!

નવી દિલ્હી : ભારતમાં WhatsAppનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ એપ્લિકેશને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. વોટ્સએપમાં મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે, જેનો અર્થ છે કે મોકલનાર અને મેસેજ મેળવનારને જ મોકલેલા મેસેજ વિશેની માહિતી હોય છે. હવે કંપનીએ કહ્યું છે કે જો તેને એન્ક્રિપ્શન તોડવા માટે દબાણ કરવામાં આવશે તો તે ભારતમાં તેનું કામ બંધ કરી દેશે અને અહીંથી જતી રહેશે. તો જાણીએ કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શું હોય છે.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એ એક શ્રેષ્ઠ સુરક્ષા સિસ્ટમ છે જે તમારી ચેટ્સને સુરક્ષિત રાખે છે. સાદા શબ્દોમાં, એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો સીધો અર્થ એ છે કે ચેટ પર મોકલવામાં આવેલ મેસેજ ફક્ત મોકલનાર અને મેળવનાર જ વાંચી શકે છે. આ સિવાય વોટ્સએપ પોતે પણ આ મેસેજ જોઈ શકતું નથી. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે, WhatsApp પર મોકલવામાં આવેલા તમામ ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને અન્ય વસ્તુઓ સુરક્ષિત રહે છે. તે સામાન્ય રીતે ગાણિતિક અલ્ગોરિધમ્સ અને ક્રિપ્ટોગ્રાફિક કીનો ઉપયોગ કરીને લાગૂ કરવામાં આવે છે.

WhatsApp અને તેની પેરન્ટ કંપની Meta એ 2021માં દેશમાં લાવવામાં આવેલા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યા છે. બંનેની અરજી પર ગુરુવારે (25 એપ્રિલ) હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આઇટી નિયમો જણાવે છે કે સોશિયલ મીડિયા મેસેજિંગ કંપનીઓ માટે ચેટને ટ્રેસ કરવા અને મેસેજ સૌથી પહેલા બનાવનાર વ્યક્તિને ટ્રેસ કરવા માટે જોગવાઈ કરવી જરૂરી રહેશે.

મેટાની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp વતી હાજર રહેલા વકીલે દિલ્હી હાઈકોર્ટમાં આ દલીલ કરી છે. વકીલે કહ્યું કે લોકો WhatsAppનો ઉપયોગ તેના પ્રાઈવસી ફીચર માટે કરે છે. તેઓ જાણે છે કે તેના પર મોકલવામાં આવતા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. કંપનીએ વધુમાં કહ્યું કે પ્લેટફોર્મ તરીકે અમે કહી રહ્યા છીએ કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો અમે અહીંથી જતા રહીશું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર