શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં તમામ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા વકિલો માટે શનિવારે સ્નેહમિલન યોજાશે

રાજકોટમાં તમામ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા વકિલો માટે શનિવારે સ્નેહમિલન યોજાશે

સિનીયર ધારાશાસ્ત્રીઓ, યુવા એડવોકેટ, મહિલા એડવોકેટ સહિતના સંમેલનમાં જોડાશે ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા વકીલોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: શનિવારના રોજ રાજકોટ ખાતે વિવિધ ક્ષેત્રે પ્રેક્ટીસ કરતા વકીલો માટે નાગર બોર્ડીંગ ખાતે સાંજે 7 કલાકે સિનીયર, જુનિયર, મહિલા, યુવા તેમજ પ્રોવિઝનલ સનદ ધરાવતા જુનિયરો તેમજ વકીલોની ઓફીસમાં કાર્યરત તમામ સ્ટાફ પરિવાર સહીત તમામ વકીલ આલમ માટે મતદાન જાગૃતિ હેતુ એક સહપરિવાર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા દિવસો બાદ રાજ્યમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. દર પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન થાય અને તેના માટે જાગૃતિ લાવવા હેતુ તેમજ લોકશાહીના આ પર્વને તમામ લોકો પોતાની નૈતિક ફરજ સમજી આવશ્યક મતદાન કરે અને કરાવે તેવી અપીલ સાથે જાગૃતિ કેળવવાના હેતુ આ સ્નેહમિલન યોજાવા જઇ રહ્યું છે.
લીગલ સેલ દ્વારા આગામી શનિવારના રોજ રાજકોટના તમામ ક્ષેત્રે વકીલાત કરતા વકિલોએ, તેમના પરિવારજનો, તાલુકાના ટંકારા, પડધરી, જસદણ, વીંછિયા, વાંકાનેર જેવા સેન્ટરના વકીલ સભ્યોના પરિવારજનો માટે સ્નેહમિલનનું આયોજન યોજવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં રાજકોટ બાર એસોસીએશન તથા વિવિધ બાર એસોસીએશનના હોદેદારો, લીગલ સેલના હોદેદારો, યુવા સહાયક ટીમના હોદેદારો સહીતના લોકો મોટી સંખ્યામાં જોડાવાના છે. આ તકે સ્નેહમિલનને સફળ બનાવવા માટે લીગલ સેલના સંયોજક પીયુષભાઇ શાહ, સહક્ધવીનર કમલેશભાઇ ડોડીયા તથા કોર કમીટીના સભ્યો ઉપરાંત સંમેલનને સફળ બનાવવા માટે યોજાયેલ મીટીંગમાં હાજર પી.સી.વ્યાસ, અર્જુનભાઇ પટેલ, અજયભાઇ જોષી, અંશભાઇ ભારદ્વાજ, ભાસ્કરભાઇ જસાણી, સી.એચ.પટેલ, વિજયભાઇ તોગડીયા, આર.ડી.દવે, મુકેશભાઇ પીપળીયા, પરાગભાઇ શાહ, તુષારભાઇ બલસાણી, નૃપેનભાઇ ભાવસાર, પ્રશાંતભાઇ વાઢેર, જીતેન્દ્રગીરી ગોસ્વામી, કમલેશભાઇ ઠાકર, મહેન્દ્રભાઇ શાહ, ઇશાંતભાઇ ભટ્ટ, દિલેશભાઇ શાહ, દિવ્યેશભાઇ મહેતા, અશ્ર્વિનભાઇ મહાલીયા, બાલભાઇ સેફાત્રા, દિવ્યેશભાઇ શેઠ, જીતેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ગોહેલ, એન.ડી.જેઠવા, ચંદ્રેશભાઇ પરમાર, અનિલભાઇ ગોગીયા, મહેશભાઇ જોષી, અતુલભાઇ જોષી, મનીષભાઇ દવે, ભાવેશભાઇ રંગાણી, મહેશભાઇ સખીયા, પ્રશાંતભાઇ પટેલ, જયભારત ધામેચા, રાજેશભાઇ ચાવડા, કેવલ હીંગરાજીયા, અશોકભાઇ ત્રાંબડીયા, નંદકિશોર પાનેલા, કલ્પેશ મૈયડ, વિશાલ સોલંકી, અજયસિંહ ચુડાસમા, આનંદ સદાવ્રતી, મનન ભીમાણી, કેતન પાટડીયા, મુકેશ પંડયા, હેમાંશુભાઇ પારેખ, નીવીદભાઇ પારેખ, મહિલા વકીલો રૂપલબેન થડેશ્ર્વર, ભુમિકા પટેલ, પુનમ પટેલ સહીતના વકીલો જહેમત ઉઠાવી રહ્યા છે.
તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં આવેલ લીગલ સેલના કોર કમીટીના સભ્યો જયસુખભાઇ બારોટ, શૈલેષભાઇ વ્યાસ, રાકેશભાઇ ગોસ્વામી, વીરેનભાઇ વ્યાસ, વીમલભાઇ ડાંગર, ધર્મેશભાઇ સખીયા, નેહાબેન જોષી, રક્ષિતભાઇ કલોલા, અભિષેકભાઇ શુક્લ, નૃપેનભાઇ ભાવસાર, અશ્ર્વિનભાઇ શેખલીયા, આબીદભાઇ સોશન, લલીતભાઇ કાલાવડીયા, પંકજભાઇ દોંગા, મુકેશભાઇ પીપળીયા, હરેશભાઇ પરસોંડા, મનસુખભાઇ સાંકળીયા, જીતેન્દ્રભાઇ પારેખ, હેમાંશુભાઇ પારેખ, રવીરાજ પરમાર તથા પારસભાઇ શેઠ અને જસ્મીનભાઇ ગઢીયાએ જણાવ્યું હતું.

યુવા લીગલ સેલ સહાયક ટીમ યુવા વકિલોને મોટી સંખ્યામાં સંમેલનમાં જોડશે

આ વર્ષની ચૂંટણીમાં છેલ્લા 5 વર્ષમાં નવા નોંધાયેલા યુવા મતદારો પોતાનું પ્રથમ મતદાન કરી રહ્યા હોય યુવાધનમાં ખુબ જ ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. ત્યારે યુવા વકીલોને આ સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં જોડવા માટે યુવા લીગલ સહાયક સેલના ક્ધવીનર અભિષેક શુક્લ, સહક્ધવીનર સાગર હપાણી, પાર્થરાજસિંહ ઝાલા, નિશાંત જોષી, કીશન રાજાણી, રવિ ધ્રુવ, હીમાલય મીઠાણી, હીત અવલાણી, મીત સોમૈયા, આનંદ રાઘનપુરા, જીતેશ રાઠોડ, ભુમિકા પટેલ, હેમલ ગોહેલ, ચેતન ચોવટીયા, પ્રતીક વ્યાસ, રીતીન મેંદપરા, કેવલ પુરોહીત, રવિ લાલ, કરણ ગઢવી, રાહુલ મકવાણા, ભાર્ગવ બોડા, મીલન મેનોરા, પ્રદીપ પરમાર, અજયસિંહ ચુડાસમા, પ્રશાંત રૂપારેલીયા, હુશેન હેરંજા, અલય ખખ્ખર, મૌલીક જોષી, સ્મીત પારેખ, ભાર્ગવ જોષી, ચાંદની પુજારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર