શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસબટાકાના સૌથી વધુ વપરાશ ધરાવતા યુરોપમાં સપ્લાય ઘટ્યો કંપની વચ્ચે મર્યાદિત સ્ટોક...

બટાકાના સૌથી વધુ વપરાશ ધરાવતા યુરોપમાં સપ્લાય ઘટ્યો કંપની વચ્ચે મર્યાદિત સ્ટોક , કિંમતમાં 81% નો વધારો

નવી દિલ્હી : વધુ ગરમી-ભારે વરસાદથી બટાકાંનું વૈશ્વિક ઉત્પાદન ઘટ્યું, અન્ય ખાદ્યપદાર્થો પણ મોંઘા થયા, ગત વર્ષે દૂકાળ અને સામાન્યથી વધુ ગરમીને કારણે વિશ્વભરમાં બટાકાનું ઉત્પાદન ઘટ્યું હતું. તેને કારણે ખાદ્યપદાર્થોનો વપરાશ વધ્યો હતો અને તેની કિંમતમાં પણ વધારો થયો હતો, જે પહેલા કરતાં પણ મોંઘા થઇ રહ્યા હતા. જો ગરમીને કારણે વધતી મોંઘવારીને હીટફ્લેશન કહેવામાં આવે તો વરસાદને કારણે કિંમત વધવાને સોગફ્લેશન કહી શકાય છે. આ વર્ષે આ પ્રકારની સ્થિતિ બની રહી છે. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટ અનુસાર યુરોપમાં જ્યાં અનેક વિસ્તારોમાં ખૂબ જ ગરમી વાળા દિવસોની સંખ્યા વધી છે, જ્યારે અનેક સ્થળોએ ભારે વરસાદ પણ થયો છે. ખંડમાં કેટલાક દિવસમાં 1991 થી 2020 સુધીના 30 વર્ષોની સરેરાશથી 7% વધુ વરસાદ થયો છે.

તેને કારણે 16 લાખ લોકો પૂરની ચપેટમાં આવી ગયા છે. તેની સૌથી વધુ પ્રતિકૂળ અસર વિશ્વમાં ત્રીજા સૌથી વધુ વપરાશ વાળા પાક બટાકા પર થયો હતો. ગત શરદ ઋતુ દરમિયાન, ખરાબ હવામાનને કારણે યુરોપમાં માત્ર ત્રણ સપ્તાહ બાદ ખેતરમાંથી બટાકા કાઢવાનું કામ રોકવું પડ્યું હતું કારણ કે માટી ભીની થઇ ગઇ હતી. તેને કારણે અંદાજે 6.50 લાખ ટન બટાકા માર્કેટમાં આવી શક્યા ન હતા. પરિણામે આ વર્ષે બટાકાના બીજની સપ્લાય 20% ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્કેટમાં, બટાકાંનો સ્ટોક ઓછો છે. પેકર્સ અને પ્રોસેસર્સ જેવા મોટા ખરીદદારો વચ્ચે તેને ખરીદવા માટે હોડ જોવા મળી રહી છે. આ હરીફાઇને કારણે પણ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે.

યુરોપમાં સૌથી વધુ બટાકાં ઉગાડતા અને પ્રોસેસિંગ કરતા નેધરલેન્ડ્સ અને બેલ્જિયમ સૌથી વધુ પ્રભાવિત થયા છે. એપ્રિલમાં નેધરલેન્ડ્સમાં બટાકાનો જથ્થાબંધ ભાવ રેકોર્ડ $397(અંદાજે 33 હજાર રૂપિયા) પ્રતિ ટન સુધી પહોંચી ગયો. ઇંગ્લિશ વાઇટ પોટેટોની કિંમત એક વર્ષ પહેલાની તુલનાએ 81% વધી ગઇ છે. નવો પાક આવવાથી તેમાં વધુ વધારાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. યુરોપમાં બટાકાં સૌથી મહત્વપૂર્ણ ખાદ્યપદાર્થમાંથી એક છે. ભારતમાં બટાકાનો વાર્ષિક વપરાશ અંદાજે 25-26 કિલો પ્રતિ વ્યક્તિ છે. જો કે ભારતમાં કમોસમી ચોમાસાને કારણે આ વર્ષે બટાકાનું ઉત્પાદન ઘટીને 5.9 કરોડ ટન રહેવાનું અનુમાન છે. તેને કારણે હવે કિંમત વધવા લાગી છે. દેશના કેટલાક હિસ્સામાં બટાકાની કિલોદીઠ કિંમત રૂ.35-40 છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર