શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજેતપુરમાં રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે ધમકી : ચાલક ઉપર ઇકો ધારકનો હુમલો

જેતપુરમાં રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે ધમકી : ચાલક ઉપર ઇકો ધારકનો હુમલો

(આઝાદ સંદેશ),રાજકોટ: જેતપુર શહેરના સરદાર ચોક ખાતે પેસેન્જર અહીંથી ભરવાના નહીં તેવી એક ઇકો કાર ચાલકે ગાળો, ધમકી આપી પોતાની ગાડીની ચાવીના કી-ચેઇનમાં રહેલ ધારદાર નાની તલવાર માથામાં મારી લોહીલુહાણ કરી નાખ્યાની સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ શહેરની જુની પોલીસ લાઇનમાં રહેતો જયદાન ચોરડા નામનો શખસ પોતાની પેસેન્જર રીક્ષામાં પાર્સલ ભરી જૂનાગઢ જતો હતો ત્યારે શહેરના સરદાર ચોકમાં પહોંચતા રીક્ષામાં હજુ થોડી જગ્યા હોવાથી પેસેન્જર ભરવા માટે ઉભો રહી જૂનાગઢ, જૂનાગઢની બુમો પાડતો હતો. ત્યારે ત્યાં ઉભેલ સફેદ કલરની ઇકોના ચાલક મનીષ ચીનુભાઇ મકવાણા (રહે. ચાંપરાજપુર)વાળો ત્યાં આવીને અહીંથી પેસેન્જર ભરવા નહીં તેવું જણાવતા જયદાનભાઇ તેની પાસે જઇ શું કામ ન ભરવા તેવું પુછતા આ શખસ એકદમ ઉશ્કેરાઇ ગયો અને તેની પાસે રહેલ ગાડીની ચાવીના કીચેઇનમાં રહેલ નાની ધારદાર તલવાર માથામાં મારતા લોહી વહેવા લાગ્યું હતું એટલામાં ત્યાં અન્ય રીક્ષા ચાલક આવી જતા ઇકો ચાલક ત્યાંથી જતો રહેલ. આ અંગે જયદાનભાઇની ફરિયાદ પરથી આરોપી મનીષ સામે આઇપીસી કલમ હેઠળ ફરિયાદ નોંધી આરોપી શખસની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર