શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવૃદ્ધો અને અનાથ બાળકોની હાજરીમાં અટલ સરોવર ખુલ્લુ મુકાયું

વૃદ્ધો અને અનાથ બાળકોની હાજરીમાં અટલ સરોવર ખુલ્લુ મુકાયું

સુવિધા શરૂ થયાના પહેલા ત્રણ વર્ષ સુધી બાળકો માટે રૂ. 10, એડલ્ટ માટે રૂ. 25ની એન્ટ્રી ફી: ત્રણ વર્ષ બાદ ડબલ એન્ટ્રી ફી: મહાનગરપાલિકા હસ્તકની શાળાઓ અને આંગણવાડીના બાળકોને ફ્રી એન્ટ્રી અને ત્રણ રાઇડ્સની ફીમાં ક્ધસેશન અપાશે. : ઉનાળાની ઋતુમાં રાતના 11 સુધી પ્રવેશ મળશે. 70 એકરના એરિયામાં બેટરીકારની સુવિધા નથી: શહેરીજનોએ પગપાળા પ્રવાસ કરવો પડશે

આઝાદ સંંદેશ, રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયામાં સ્માર્ટસિટી એરિયામા 75 એકરમાં બનાવાયેલા અટલ સરોવર સહિતની સુવિધાઓનો ગઇકાલે વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને અનાથ આશ્રમના બાળકોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સ્થાપના દિવસને અનુલક્ષીને મહાનરપાલિકા દ્વારા અટલ સરોવરની સાથોસાથ લેસર ફાઉન્ટેન શો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગઇકાલે પ્રથમ દિવસે શહેરીજનો આ નવું નજરાણું જોવા ઉમટી પડ્યા હતા. જો કે મહાનગરપાલિકા દ્વારા હજી અટલ સરોવર આનુસાંગિક કામગીરી પુર્ણ કરી કરવામાં આવી નથી. જૂન મહિના સુધીમા આ કામગીરી પુર્ણ કરવાની સમયમર્યાદા છે. ગઇકાલે પહેલા જ દિવસે શહેરીજનો અટલ સરોવરની મોજ માણવા ઉમટી પડ્યા હતા.

ઉનાળાની ઋતુને ધ્યાને લઇને અટલ સરોવર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શિયાળા અને ચોમાસા દરમિયાન સમયમા ફેરફાર કરાશે.મહાનગરપાલિકા હસ્તકની શાળાઓ અને આંગણવાડીના બાળકોને ફ્રી એન્ટ્રી અને ત્રણ રાઇડ્સની ફીમાં ક્ધસેશન અપાશે.આ ત્રણ રાઇડ્સ સીસીઇએલ નક્કી કરશે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના હરવા ફરવાના સ્થળોમાં વધુ એકનો ઉમેરો કરાયો છે. કમિશનર આનંદ પટેલ દ્વારા અગાઉથી કરાયેલી જાહેરાત મુજબ ગુજરાત સ્થાપના દિવસ તા. 1 મેથી અટલ સરોવર ખુલ્લુ મુકાયું હતું. કાલે પહેલા દિવસે શહેરીજનોએ ભીડ જમાવી હતી. અટલ સરોવરની સાથોસાથ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હરવા ફરવા માટે બાગબગીચા, ફેરીવ્હીલ, નૌકા વિહાર, ટોયટ્રેન, ફુડકોર્ટ સહિતની સુવિધાઓ તબક્કાવાર ઉભી કરવામાં આવશે. વડોદરાની ઘટના બાદ રાજ્ય સરકારે નૌકા વિહાર માટે ગાઇડલાઇન જાહેર કરી હોય હજી સુધી મંજૂરી મળી નથી. આવી જ રીતે ફેરીવ્હીલ (ફજેતફાળકા)ને પણ હજી પીડબલ્યુ દ્વારા સર્ટિફિકેટ અપાયું નથી. આવી જ રીતે ફૂડકોર્ટ પણ હજી પુર્ણત: શરૂ થયું નથી. મહાનગરપાલિકા દ્વારા આ તમામ સુવિધાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. અટલ સરોવર સહિતના સ્થળોની મોજ માણવા મહાનગરપાલિકા દ્વારા નિયત કરાયેલી ફી મુજબ સુવિધા શરૂ થયાના પહેલા ત્રણ વર્ષ સુધી બાળકો માટે રૂ. 10, એડલ્ટ માટે રૂ. 25 નિયત કરાયા છે. જ્યારે ત્રણ વર્ષ બાદ બાળકો માટે રૂ.20 અને એડલ્ટ માટે રૂ. 40ની એન્ટ્રી ફી રહેશે.

એન્ટ્રી ફી સિવાય જુદી જુદી રાઇડ્સ તેમજ પાર્કિંગ, એમ્ફીથિયેટર, પાર્ટીપ્લોટ વગેરે માટેની ફી અલગ અલગ રાખવામાં આવી છે. કોન્ટ્રાક્ટની શરતો મુજબ પ્રતિ રાઇડ ટોયટ્રેન- બોટ રાઇડ- ફેરીસ વ્હીલ- લેસર શો/ લાઇટ એન્ડ સાઉન્ડ શોના રૂ. 80 વ્યકિતદીઠ ફી રાખવામાં આવી છે. જ્યારે, એમ્ફીથિયેટર માટે પ્રતિ ઇવેન્ટ રૂ.25 હજાર, પાર્ટી પ્લોટના પ્રતિ ઇવેન્ટ રૂ.1 લાખની ફી રહેશે. પાર્કિંગ ફી ટુ વ્હીલરના રૂ.10 અને ફોર વ્હીલરના રૂ.20 રાખવામાં આવી છે. એજન્સીઓ આ ભાવ દર પાંચ વર્ષે વધારી શકશે.

અટલ સરોવરનું સંચાલન કરતી એજન્સી દર વર્ષે મનપાને રૂ. 51 લાખ ચુકવશે

અટલ સરોવરનું સંચાલન કરતી એજન્સીઓએ રેવન્યુ શેરિંગ મોડમાં પ્રથમ પાંચ વર્ષ માટે મહાનગરપાલિકાને રૂ.51 લાખ ચુકવશે. ત્યારબાદ બીજા પાંચ વર્ષ માટે રૂ.70 લાખ અને ત્રીજા (છેેલ્લા) પાંચ વર્ષ માટે રૂ. 80 લાખ ચુકવશે.

અટલ સરોવર ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ એક્ટિવિટી યોજાઈ…

SVEEP (Systematic Voter’s Education and Electoral Participation) CELL અને TIP (Turn out Implementation Plan) Department રાજકોટ ઈલેક્શન દ્વારા લોકસભાની ચૂંટણી અનુસંધાને અટલ સરોવર ખાતે ગઈકાલે તા.1ના રોજ સાંજના સમયે ગુજરાત સ્થાપના દિવસે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન માટે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ‘ચુનાવ કા પર્વ, દેશકા ગર્વ થીમ પર વિંગ્સ સ્ટેન્ડી રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો દ્વારા વિંગ્સ સ્ટેન્ડી પાસે ઉભા રહી કોટો પાડવામાં આવ્યા હતાં. હું છું ભારત, ભારત છે મુજમાં. ઓડિયો સોંગ પર સ્થાનિક પરફોમન્સ (ડાન્સ) રજુ કરવામાં આવ્યો હતો. નાગરિકો દ્વારા “અમે સહ કુટુંબ મતદાન કરી, લોકશાહીનો અવસર ઉજવીશું” જેવી મતદાન જાગૃતિની શપથ પણ લીધા હતા. 94.3 MY FM ના કલાકારો અને RJ હિરવા દ્વારા Voter’s Pledge અને Vote for Rajkot પર ડાન્સ, SVEEP Anthem SONG (મતદાન અવશ્ય કરીએ) તથા Flash Mob. અને બેનર દ્વારા મતદાન જાગૃતિ માટે જેવી વિવિધ એક્ટીવીટી પણ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર