શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસસેબીએ કર્યા 2 મોટા ફેરફાર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા ખાસ એટલું...

સેબીએ કર્યા 2 મોટા ફેરફાર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા ખાસ એટલું જાણી લેજો,

નવી દિલ્હી : સેબી મ્યુચ્યુઅલ ફંડને લઈને બે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. 30 એપ્રિલના રોજ, માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં છેતરપિંડી રોકવા માટેના અનેક પગલાં વિશે માહિતી આપી હતી. સેબી બોર્ડે મ્યુચ્યુઅલ બોર્ડ માટેના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

આમાં કોઈપણ અનિયમિતતાની શક્યતાને ઓળખવા અને તેને રોકવા માટેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ સાથે, મીટિંગમાં, સેબીએ ઇક્વિટી પેસિવ ફંડ્સ માટે રોકાણના નિયમોમાં છૂટછાટની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત, સેબીએ આવા ઘણા પગલાઓની પણ જાહેરાત કરી છે જે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા એટલે કે MII માટે વ્યવસાય કરવાની સરળતા વધારશે.

સેબીએ કહ્યું છે કે એસેટ મેનેજમેન્ટ કંપની પાસે સંસ્થાકીય મિકેનિઝમ હોવી જોઈએ જે બજારની હેરાફેરીની શક્યતાઓને શોધી શકે અને તેને અટકાવી શકે. મિકેનિઝમ હેઠળ, દેખરેખની સિસ્ટમ હશે, આંતરિક સ્તરે અનિયમિતતાઓને નિયંત્રિત કરવાની પ્રક્રિયા હશે, મિકેનિઝમ ફ્રન્ટ રનિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ, સંવેદનશીલ માહિતીના દુરુપયોગની ઓળખ કરશે. તેમના પર નજર રાખશે અને તેમની સાથે વ્યવહાર કરશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર