શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસત્યયુગ રામજી મંદિરે ચાલતી અવિરત અખંડ ધુનનો શનિવારે 34માં વર્ષમાં પ્રવેશ

સત્યયુગ રામજી મંદિરે ચાલતી અવિરત અખંડ ધુનનો શનિવારે 34માં વર્ષમાં પ્રવેશ

શનિવારે સંઘ્યા આરતી, વિશેષ સમુહ ધુન તથા પાઠનું આયોજન રવિવારે મંદિરના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી રૂપે સમુહ ધુનનો વિશેષ કાર્યક્રમ : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: સત્યયુગાવતાર આત્મન ભગવાન પ્રેરિત બ્રહ્મ મંત્ર ‘ૐ હ્રીં રામ જય રામ જય જય રામ’ની અખંડ ધુન ગૌમાતા તથા સર્વ મુક પ્રાણીઓની રક્ષાર્થે અને મહાવિનાશક આપતિઓના નિવારણ માટે તેમજ સારાએ વિશ્ર્વમાં સત્યયુગ સંસ્થાપન અર્થે છેલ્લા 33 વર્ષથી અવિરત અખંડ ધુન ચાલી રહી છે. તા.4-5ના રોજ 34માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ 33માં વાર્ષિક મહોત્સવ પ્રસંગે વિશેષ સંઘ્યા આરતી સાંજના 7-30 કલાકે તથા વિશેષ સમુહ ધુન તથા પાઠ સાંજના 7 થી 9 રાખવામાં આવેલ છે. તા.5ને રવિવારના રોજ મંદિરના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી રૂપે સમુહ ધુનનો વિશેષ કાર્યક્રમ સાંજે 5 થી રાત્રિના 2 વાગ્યા સુધી સર્વગામોમાં ચાલતી ધુનની વિવિધ ધુન મંડળો દ્વારા રાખવામાં આવેલ છે.
આ રૂપે વિશ્ર્વ અનેકવિધ વિનાશક આપતિઓનો ભોગ બની રહ્યું છે. આજે વિશ્ર્વ બીજા વિશ્ર્વ યુદ્ધની ભયંકર વિનાશક આપત્તિઓના મહાભયનો સામનો કરી રહ્યું છે. આવી મહાઆપત્તિઓને આજના મહાન વૈજ્ઞાનિકો પર્યાવરણના પ્રદુષણનું કારણ માની રહ્યા છે પરંતુ વાસ્તવિક હકીકત માત્ર એ જ નથી તેથી આત્મન ભગવાન કહે છે કે, જેમ દુન્યવી ક્ષેત્રે કુશળતા ધરાવતા લોકો પછી ભલે તેઓ બૌદ્ધિક, વૈજ્ઞાનિક, ઔધોગિક કે રાજકારણમાં નિપુણ હોય તો પણ તેમને માટે સતધર્મનું આ સુક્ષ્મ તત્વ સંપુર્ણપણે સમજવું શક્ય નથી એટલે નિર્દોષ પ્રાણીઓ તથા ગાયો પર થતી ક્રુરતા તથા અમાનુષી હિંસા અને દેશ પર આવતી આપત્તિઓ વચ્ચેનો સંબંધ તેઓ જોઇ શકે નહીં. આવો સુક્ષ્મ સંબંધ તો આઘ્યાત્મિક આર્ષદષ્ટાઓ જ જોઇ શકે. આત્મન ભગવાન કહે છે કે, સાર્વત્રિક બ્રહ્મ મંત્રની અખંડ ધુન સ્થાયી રીતે સદાકાળ માટે યોજાય અને વિશ્ર્વભરમાં જુદા જુદા ભાગોમાં તે યોજાય તેમજ એ સાથે સદનિર્દોષ પ્રાણીઓની પ્રતિદિન થતી કતલને વિલંબ વિના અટકાવવી જોઇએ. આ બ્રહ્મ મંત્રની અખંડ ધુન ગોંડલમાં છેલ્લા 44 વર્ષથી સતત ચાલે છે તેમજ ગોંડલની નજીકના ગામોમાં જેમાં નાનવડિયામાં 43 વર્ષથી, સાંઢવાયામાં 44 વર્ષથી, ભાડવામાં 43 વર્ષથી, બીલડીમાં 35 વર્ષથી, કોટડાસાંગાણીમાં 20 વર્ષથીઅને રામોદમાં 1 વર્ષથી નિયમિત રોજ એક કલાક બ્રહ્મ મંત્રની ધુન ચાલે છે. તેઓ દર વર્ષે વાર્ષિક મહોત્સવ પણ ભાવભક્તિ પુર્વક ઉજવે છે. વધુ વિગત માટે સુરેશ મહારાજ મો.નં.63527 38957 અને રાહુલભાઇ જોષી-88497 16815નો સંપર્ક કરવો. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલ ભક્તો રાહુલભાઇ જોષી, બ્રીજેશભાઇ આસોડીયા, છગનભાઇ ગજેરા, કિશોરભાઇ ચાવડા, ઓમ મારૂએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર