શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છધોરાજીના મોટીપરબડીમાં સપ્તાહમાં ગયેલા ખેડૂતના બંધ મકાનમાંથી રૂ.80 હજારની ચોરી

ધોરાજીના મોટીપરબડીમાં સપ્તાહમાં ગયેલા ખેડૂતના બંધ મકાનમાંથી રૂ.80 હજારની ચોરી

રમેશભાઇ ગજેરા (ઉ.વ.50) બપોરે ગયા અને રાત્રે પરત ફર્યા ત્યાં તસ્કરો ચોરીને અંજામ આપી નાસી છુટયા’તા : ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

(આઝાદ સંદેશ),રાજકોટ: ધોરાજીના મોટીપરબડીમાં ખેડૂતના મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરી રોકડ અને ચાંદી મળી કુલ રૂા.80 હજારની મતાની ચોરી કરી નાસી છુટતા ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ધોરાજીના મોટીપરબડીમાં બેંક ઓફ બરોડાની આગળની શેરીમાં રહેતા રમેશભાઇ ભનાભાઇ ગજેરા (ઉ.50)એ જણાવ્યું કે, તેઓને મોટી પરબડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે 15 વીધા ખેતીની જમીન આવેલ છે. તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. પુત્રી ગાંધીનગર સચિવાલયમાં નાયબ સેક્શન ઓફીસર તરીકે નોકરી કરે છે અને પુત્ર રાજકોટમાં અભ્યાસ કરે છે. તેઓના જેતપુર રહેતા સંબંધીએ નાની પરબડી ગામમાં સપ્તાહનું આયોજન કરેલ હતું. સપ્તાહમાં દંપતિ ગત તા.27-4-24ના ઘરના મેઇન ડેલાને તાળા મારી નીકળેલ હતા. રાત્રીના સમયે સપ્તાહમાંથી ઘરે આવેલ અને ઘરના મેઇન ડેલાને મારેલ તાળુ ખુલતા ડેલો ખુલેલ નહીં જેથી બાજુમાં રહેતા તેમના કાકાના મકાનમાંથી જોતા ઓસરીની ગ્રીલનુ, તાળુ આંગડીયાના હુક સહીત તુટેલ હાલતમાં નીચે પડેલ હતું બાદમાં તેઓ મકાનની દિવાલ ટપી મકાનમાં ગયેલ અને જોયેલ તો મેઇન ડેલાનો આંગડીયો અંદરથી બંધ હતો. જે ખોલી મકાનમાં અંદર પ્રવેશ કરી રૂમમાં જોતા કબાટ ખુલેલ હાલતમાં હતો. જેમાં પડેલ કપડા અને બીજો સરસામાન અસ્ત વ્યસ્ત અને તીજોરી તુટેલી હતી. તેમાં રાખેલ રૂા.85 હજાર રોકડ અને ચાંદીના બે જોડી, ચાંદીનો પટ્ટો, ચાંદીના ચાર-પાંચ સીક્કા રૂા.5 હજારનો મુદામાલ જોવામાં આવેલ નહીં. જેથી કોઇ અજાણ્યા શખસોએ ઘરમાં ઘુસી રોકડ અને ચાંદી મળી કુલ રૂા.85 હજારના મુદામાલની ચોરી કરી નાસી છુટયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર