શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસાબરકાંઠા : ઓનલાઇન મંગાવેલ ઇલેક્ટ્રિક વસ્તુનું પાર્સલ ખોલતા જ થયો પ્રચંડ બ્લાસ્ટ,...

સાબરકાંઠા : ઓનલાઇન મંગાવેલ ઇલેક્ટ્રિક વસ્તુનું પાર્સલ ખોલતા જ થયો પ્રચંડ બ્લાસ્ટ, બેના મોત

અમદાવાદ : સાબરકાંઠાના વડાલીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વડાલીમાં ઓનલાઇન મંગલાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. જેમાં પ્રાથમિક તબક્કે બે વ્યક્તિના મૃત્યુના અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાબરકાંઠાના વડાલીના વેડા ગામનો બનાવ છે. જ્યાં ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી. પાર્સલની ડિલિવરી થયા બાદ પાર્સલ ખોલવામાં આવ્યું હતું. પાર્સલ ખોલવાની સાથે જ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે બે વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને અફરાતફરી મચી ગઇ હતી અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.આખરે પાર્સલમાં એવી તો કઇ ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી અને કેવી રીતે પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર