ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસઅદાણીની નજર 'હિમાલય' પર, આ મોટા પ્રોજેક્ટમાં કરશે ભારે રોકાણ

અદાણીની નજર ‘હિમાલય’ પર, આ મોટા પ્રોજેક્ટમાં કરશે ભારે રોકાણ

ભૂટાન ભારતની સીમા રેખા પાસે 1000 વર્ગ કિલોમીટરની ટાઉનશિપ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં સોલર અને હાઇડ્રોપાવર પ્લાન્ટ બનાવવા માટે અદાણી ગ્રુપ સાથે વાતચીત ચાલી રહી છે.
ગૌતમ અદાણીનો બિઝનેસ દેશથી લઈને વિદેશમાં ફેલાયેલો છે. હવે તેની નજર ‘હિમાલય’ પર છે. વાસ્તવમાં ગૌતમ અદાણી ગ્રુપ પડોશી દેશ ભૂતાનના ગેલેફુ માઈન્ડફુલનેસ સિટીમાં રોકાણની તક શોધી રહ્યું છે. ભૂટાન પોતાની દક્ષિણ સરહદે મેગા ટાઉનશિપ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે, અદાણી ગ્રુપની નજર આ પ્રોજેક્ટ પર છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો…

ટાઉનશીપ પ્રોજેક્ટમાં અદાણીનો રસ

આ પ્રોજેક્ટમાં અદાણી જૂથની રુચિનો ઉલ્લેખ કરતાં ગેલેફુના ગવર્નર લોટે શેરિંગે જણાવ્યું હતું કે ભૂતાન ભારતની સરહદ રેખા નજીક લગભગ 1,000 ચોરસ કિલોમીટરના ટાઉનશીપ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં સોલર અને હાઇડ્રોપાવર પ્લાન્ટ બનાવવા માટે અદાણી ગ્રુપ સાથે વાતચીત ચાલી રહી છે.

ગેલેફુના ગવર્નરે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ માટે સેંકડો સ્થળોની મુલાકાત લેવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ ૨૦ ગીગાવોટની અંદાજિત ક્ષમતાના ઉમેરા સાથે ટકાઉ ઉર્જા નેટવર્ક સ્થાપિત કરવાનો છે. તેમાં માર્ગો, પુલો અને સુવિધાઓના નિર્માણ માટેના આયોજિત કરારોનો પણ સમાવેશ થાય છે જે એશિયાના મોટા રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષિત કરી શકે છે. એનર્જી પ્રોજેક્ટ્સ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને બંદર બનાવવાની પણ વાત કરવામાં આવી રહી છે.

અદાણી ગ્રુપનો દબદબો વધશે

જો અદાણી ગ્રુપ સાથે આ ડીલ કરવામાં આવે તો પાડોશી દેશમાં અદાણીનું વર્ચસ્વ હજુ વધુ વધી જશે. અદાણી ગ્રુપ ઇઝરાયલ, કેન્યા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને વિયેતનામમાં તેના હાલના પ્રોજેક્ટ્સનું વિસ્તરણ કરી રહ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર