ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટલગ્નની લાલચ આપી મહિલાને કેફી પ્રવાહી પીવડાવી શરીર સુખ ભોગવનાર સામે દૂષ્કર્મની...

લગ્નની લાલચ આપી મહિલાને કેફી પ્રવાહી પીવડાવી શરીર સુખ ભોગવનાર સામે દૂષ્કર્મની ફરિયાદ નોંધાઇ

એ-ડિવિઝન પોલીસે ઉર્મિશ થાનકીને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી

(આઝાદ સંદેશ), રાજકોટ : ભોગ બનનારે પોલીસને જણાવ્યું કે તેના લગ્ન 2010માં થયા હતા. પરંતુ બાદમાં છુટાછેડા લઈ લીધા હતા. પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે તે ગાંધીનગર જવા નીકળતાં બસમાં એક મહિલા સાથે મુલાકાત થઈ હતી. વાતચીતમાં તેણે છુટાછેડા થઈ ગયાની વાત કરી હતી. આ સમયે તેણે મારો દિકરો ઉર્મિશ યુ.બી.એચ.સિકયુરીટી સર્વિસ પ્રા.લી. નામે કંપની ચલાવે છે અને લોનનું પણ કામકાજ કરે છે. હું જો તમારૂ છૂટુ થઈ જાય અને મારો દિકરો પસંદ આવે તો લગ્ન કરાવવા છે તેમ જણાવી ફોન નંબરની આપ-લે કરી હતી.
2021માં આરોપીએ ફેસબુક મેસેન્જરમાં મેસેજ કરતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ સમયે આરોપીએ તેને તેનો ફોટો મોકલાવ્યો હતો. પરંતુ તે પસંદ ન આવતાં વાતચીત બંધ કરી દીધી હતી. 2024માં આરોપીએ ફોન કરીને મળવાનું કહેતા બંને નાનામવા રોડ પર મળ્યા હતા. આ સમયે આરોપીએ આપણે મારી ઓફિસે શાંતિથી બેસીને વાતચીત કરીએ તેમ કહી બાઈકમાં ત્રિકોણબાગ પાસે આવેલી તેની ઓફિસે લઈ ગયો હતો. જયાં તું મને પસંદ છે, મારે તારી સાથે લગ્ન કરવા છે કહી પ્રપોઝ કરી રિંગ પહેરાવી હતી અને તેને ત્યાં જ ઘેનની દવા પીવડાવી દૂષ્કર્મ આચર્યું હતું. તે ભાનમાં આવતાં આરોપી કપડા પહેરતો હોય તેને આવું કરવાની ના પાડતા તેણે સાંત્વના આપી અને લગ્ન કરવાનું કહ્યું હતું. ત્રણેક દિવસ પછી ફરી આરોપીએ તેને કોલ કરી બંને મોલમાં ફરવા ગયા હતા. જયાંથી તે ફરીથી તેને તેની ઓફિસે લઈ ગયો હતો અને મંદિરમાંથી સેથો પુરી મંગળસુત્ર પહેરાવી ’આપણા લગ્ન થઈ થઈ ગયા બસ’ કહી ફરી દૂષ્કર્મ આચર્યું હતું. ચારેક દિવસ પછી આરોપી તેને નાસતો કરાવવા લઈ ગયો હતો અને તેની ઓફિસે કોર્ટમાં વેકેશન ખુલશે ત્યારે કોર્ટ મેરેજ કરી લઈશ કહી ત્રીજી વખત દૂષ્કર્મ આચર્યું હતું. બાદમાં બંને જૂનાગઢ એક આશ્રમમાં ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે જો હું કહું તેમ નહીં કરીશ અને ઓફિસે બોલાવું ત્યારે નહીં આવ તો લગ્ન નહીં કરી અને તારી ફેમીલીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પરંતુ આરોપીએ લગ્ન નહીં કરતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર