તપાસનીશ પીઆઈ કે.કે.જાડેજા અને સરકારી વકીલ કાર્તિકેય પારેખની દલીલો રંગ લાવી
(આઝાદ સંદેશ), રાજકોટ : ધોરાજી સેશન્સ કોર્ટે ઉપલેટાના શખ્સને દુષ્કર્મના 20 વર્ષની સજા ફટકારી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ જૂન 2023ના અરસામાં ભોગ બનનારના વાલીએ ફરિયાદ લખાવી હતી કે આરોપી ધવલ સુરેશભાઈ કુડેચા તેમની સગીર વયની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ 14 માસ 9 વાળીને બદકામના ઇરાદે તેમના વાલીપણા માંથી ભગાડી ગયેલ છે અને આ બાબતે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. જાડેજાએ ગુનો નોંધી અને તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં તેમણે ભોગ બનનાર અને આરોપીની ભાળ મેળવી લીધેલી બંને જણાને પકડી અને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા ત્યાં ભોગ બનનારનું નિવેદન નોંધ્યા બાદ આ સગીર વયની દીકરી સાથે ધવલએ શરીર સંબંધ પણ બાંધેલો હોય જેથી દુષ્કર્મની કલમો તથા પોકસો એક્ટ મુજબ કલમ ઉમેરવાની દરખાસ્ત કરેલી જે રૂટિસિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તરફથી મંજૂર કરવામાં આવેલી હતી. ત્યારબાદ તપાસના અંતે પીઆઈ કે.કે.જાડેજાએ ચાર્જશીટ કરેલું હતું.બાદમાં ચાર્જશીટ થતાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે નોંધાયેલો તમામ પુરાવો ધ્યાને લીધેલો અને ફોરેન્સિક સાયન્સના એવિડન્સ ભોગ બનનારની જુબાની અને આ જુબાનીને મેડિકલ એવિડન્સનું સમર્થન માની શકાય તેવું હતું. સાથોસાથ ડોક્ટર આઝીલ જમીરભાઈ શેખ રૂબરૂની ભોગ બનનારની અને આરોપીની હિસ્ટ્રીને ધ્યાને લેતા આરોપીની ઉંમર વર્ષ 23 અને તેમણે નાની ઉંમરની ભોગ બનનારને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરેલ હોવાનું પુરવાર થયેલું હતું.આ તબક્કે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી ધવલ સુરેશભાઈ કડેચાને અલગ અલગ કલમો હેઠળ રૂપિયા 8000 દંડ ફરમાવી તથા 20 વર્ષની સજા અને ભોગ બનનારને વિકટીમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવા હુકમ ફરમાવેલો હતો.