રાજકોટના ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ સ્થિત ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા બાર પરિચય સંમેલનોની સફળતા બાદ આગામી ડિસેમ્બર મહીનામાં અમરેલી ખાતે સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિ માટે તેરમા જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન હાથ ધરી રહ્યું છે. આ સંમેલન માટે પ્રમુખ જનાર્દન આચાર્ય, ક્ધવીનર હર્ષદભાઇ વ્યાસની નિશ્રામાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના અઘ્યક્ષ આચાર્ય ઘનશ્યામજી મહારાજ, પ્રમુખ કૌશીકભાઇ પાઠક, સેક્રેટરી મધુકરભાઇ એસ.ખીરા તેમજ ટ્રસ્ટી મંડળના જગદીશભાઇ ત્રિવેદી, પ્રવીણભાઇ જોષી, બાલેન્દુ જાની, મહેન્દ્રભાઇ ઉપાઘ્યાય, લલીતભાઇ જાની, પંકજભાઇ પી.રાવલ, અરૂણભાઇ એન.જોષી આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમની માહિતી આપતા ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું કે, અમરેલી ખાતે આવેલ પારેખ મહેતા વિધાલય, બસ સ્ટેશન પાસે આગામી તા.22 ડિસેમ્બરના રવિવારે રોજ યોજાનાર આ કાર્યક્રમમાં અમરેલીના બ્રહ્મ અગ્રણીઓ મુકુંદભાઇ સી.મહેતા, અશ્ર્વિનભાઇ એચ.ત્રિવેદી, હસુભાઇ જોષી, ભગીરથ પી.ત્રિવેદી તેમજ અમરેલી ટીમના પરેશભાઇ જે.આચાર્ય, ઉદયનભાઇ બી.ત્રિવેદી, તનસુખભાઇ ઠાકર, પાર્થિવભાઇ જોષી, બકુલભાઇ પંડયા, તુષારભાઇ જોષી, મહેન્દ્રભાઇ જોષી, મહેન્દ્રભાઇ શુક્લ, નયનાબેન આચાર્ય, કાશ્મીરાબેન વ્યાસ, બીનાબેન ત્રિવેદી, કલ્પનાબેન જાની, કિરણબેન ત્રિવેદી, આશાબેન ત્રિવેદી તેમજ જલ્પાબેન ત્રિવેદી જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટની આયોજન સમિતિના કમલેશભાઇ જોષી, લલીતભાઇ ઉપાઘ્યાય, સમીરભાઇ ખીરા, સંજયભાઇ જોષી, નીલેશ ત્રિવેદી, પરાગ પી.ભટ્ટ, નરેશભાઇ ભટ્ટ, રાજીવ ઉપાઘ્યાય તેમજ દિલીપભાઇ દવે, નિલેશભાઇ પંડયા અને વિક્રમભાઇ પંચોલી કાર્યક્રમની સફળતા માટે કટિબદ્ધ બન્યા છે.
ઉમેદવાર દીકરા-દીકરીએ સ્ટુડિયો રૂમમાં બેસી પોતાનો પરિચય આપવાનો હોય છે. જે વિગત બીગ સ્ક્રીન ઉપર પ્રસારીત થાય છે. જે માતા-પિતા વાલીઓ નોંધી એકબીજા પરિવારનો સંપર્ક કરી શકે છે. આ પરિચય સંમેલનના ફોર્મ ઓમ માનવ કલ્યાણ ચેરી.ટ્રસ્ટના કાર્યાલય, 632, ધ સીટી સેન્ટર, જુનુ આમ્રપાલી સિનેમા, રૈયા રોડ, રાજકોટ ખાતેથી મેળવી તા.24-11-24 સુધીમાં રહેશે. દીકરીઓ માટે રૂા.500 (રીફંડેબલ) જે કાર્યક્રમમાં હાજર રહેનાર દીકરીને કાર્યક્રમ પુર્ણ થયા બાદ સ્થળ ઉપર પરત કરવામાં આવશે. વધુ વિગત માટે ક્ધવીનર હર્ષદભાઇ વ્યાસ મો.નં.89995 00121, નીલેશ પંડયા મો.નં.93742 25101, જનાર્દનભાઇ આચાર્ય મો.નં.98242 14021 તેમજ મધુકરભાઇ ખીરા મો.નં.97261 49548 તેમજ અમરેલી ખાતે હસુભાઇ જોષી 94286 15662, મુકુંદભાઇ મહેતા મો.નં.99252 65245, અશ્ર્વિનભાઇ ત્રિવેદી 70168 28137નો સંપર્ક સાધવો તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં જે.પી.ત્રિવેદી, હર્ષદભાઇ વ્યાસ, મધુકર ખીરા, વિક્રમ પંચોલી, નીલમબેન ભટ્ટ, જનાર્દન આચાર્ય, સુરભી આચાર્ય, બીંદુબેન દવેએ જણાવ્યું હતું.